Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : લાપતા પુત્રને પરત લાવવા માટે પિતાની "ઠાકોરજી"ને વિનંતી

VADODARA : વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી હવેલીના પુજારી (મુખિયાજી) નો પુત્ર જીગર જોશી એકાએક ગુમ થતા અકોટા પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી ગુમ પુત્રની કોઇ ભાળ નહિ મળતા આજે પિતાએ વ્યથિત મને ઠાકોરજીને વિનંતી કરીને...
vadodara   લાપતા પુત્રને પરત લાવવા માટે પિતાની  ઠાકોરજી ને વિનંતી

VADODARA : વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી હવેલીના પુજારી (મુખિયાજી) નો પુત્ર જીગર જોશી એકાએક ગુમ થતા અકોટા પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી ગુમ પુત્રની કોઇ ભાળ નહિ મળતા આજે પિતાએ વ્યથિત મને ઠાકોરજીને વિનંતી કરીને પોતાનો પુત્ર સહી સલામત સોંપવા પ્રાર્થના કરી છે. દરમિયાન તેમના પત્નીએ અન્નજળનો ત્યાગ કર્યો હોવાથી તેમની તબિયત નાદુરસ્ત રહે છે. અને તેમને સતત તબિબિ સાર સાંભાળની જરૂરત પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં અપહ્યત સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

Advertisement

તમે મારા છોકરાની રક્ષા કરો

સમગ્ર મામલે આજે અલકાપુરી હવેલીના મુખિયાજી જગદીશભાઇ જોશી જણાવે છે કે, ઠાકોરજી ને વિનંતી કરૂં છું, મારો છોકરો તમને પગે લાગીને ઘરેથી નિકળી ગયો છે. તમે મારા છોકરાની રક્ષા કરો, તેને સહી સલામત અમને સોંપો, તેવી પ્રભુના ચરણોમાં વિનંતી છે. મારો છોકરો આદ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે. તે ભક્તિના માર્ગમાં જવા ઇચ્છતો હતો. તે કોઇ ધાર્મિક સ્થળે જઇને ભક્તિ કરતો હશે, તેવી મને આશંકા છે. તેને હું વિનંતી કરું છું, બેટા હું પણ સેવા કરૂં છું, ઠાકોરજીની પૂજા કરું છું, બેટા તારે આ જ કરવું હોય તો તને કોઇ જાતનું પ્રેશર નહિ કરું. તું ઘરે આવી જા.

અહિંયા તારૂ જીવન સાર્થક થઇ જશે

વધુમાં તેઓ જણાવે છે કે, તારી મમ્મી ખાતી નથી, પીતી નથી. તારે સેવા કરવી હોય તો છુંટ છે. તે અન્નજળ ત્યાગીને બેઠી છે. તું મારી વેદના સાંભળીને જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા. તારી ઇચ્છા હોય તેમ કરજે, તને કોઇ જાતનું પ્રેશર નહિ કરીએ. તારે જે જીવન જીવવું હોય તને છુટ્ટી છે. પરિવાર બહુ જ દુખી છીએ. રાજસ્થાનથી બધા આવીને બેઠા છે. બધા બહુ દુખી છે. તું આવું સ્ટેપ ન લઇશ. તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા. તને કોઇ કશું નહિ કહે. અહિંયા ઠાકોરજી છે, તે સેવા કરવાનો મોકો આપશે. અહિંયા તારૂ જીવન સાર્થક થઇ જશે. તું ઘરે લાલાની સેવા કરજે. પણ એક વખત તું અહિંયા આવી જા.

Advertisement

તું ન આવી શકે તો અમે તને લેવા આવીએ

વધુમાં તેઓ ઉમેરે છે કેે, તારી મમ્મીને એટલા સુધી છે, જ્યાં હોય ત્યાં મને એક વખત લાવીને બતાવો. નહિ તો હું મરી જઇશ. તેણે અન્નજળ ત્યાગ કર્યો છે. તે ખાતી નથી, પીતી નથી. તેને હોસ્પિટલમાં એડમિટ કરવી પડે છે. ડોક્ટર તપાસ કરી રહ્યા છે. તેની ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી તે સ્થિર થાય છે. મારી હાલત બહુ જ કફોડી છે બેટા, એક બાપ તરીકે તને હાથ જોડીને વિનંતી કરું છું. તું મારૂં સાંભળ દિકરા. તું મારી વેદના સમજ. હું ધાર્મિક અને આધ્યાત્મિક લાઇનમાં છું. હું તારી વાત સમજી શકું છું. તું અમને ફોન કર, જાણ કર, તું ન આવી શકે તો અમે તને લેવા આવીએ. તને કોઇ કશું નહિ કહે. તને કોઇ કંઇ નહિ પુછે. ગોવર્ધન નાથજી પ્રભુને વંદન કરું છું, મારા છોકરાને પરત લઇ આવો. મને તમામનો સપોર્ટ મળી રહ્યો છે. તમામનો ખુબ ખુબ આભાર. દિકરા તું જ્યાં હોય ત્યાં પાછું આવી જા, તને ભણવામાં કોઇ પણ જાતનું પ્રેશર નહિ કરીએ.

આ પણ વાંચો -- VADODARA : પૂર્વ ક્રિકેટરની ગુનાની દુનિયામાં ફટકાબાજી

Advertisement

Tags :
Advertisement

.