Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર કાર "મોત"ની સ્પીડે દોડી

VADODARA : વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ (AKOTA-DANDIA BAZAR BRIDGE) પર કાર મોતની સ્પીડે દોડી બે એક્ટીવાને અડફેટે લીધા છે. ઘટના મોડી રાત્રે એક વાગ્યે ઘટી હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું છે. તો બીજી...
vadodara   અકોટા દાંડિયા બજાર બ્રિજ પર કાર  મોત ની સ્પીડે દોડી

VADODARA : વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ (AKOTA-DANDIA BAZAR BRIDGE) પર કાર મોતની સ્પીડે દોડી બે એક્ટીવાને અડફેટે લીધા છે. ઘટના મોડી રાત્રે એક વાગ્યે ઘટી હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું છે. તો બીજી તરફ યુવતિ સહિત ત્રણ ગંભીર ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. મોડી રાત્રે બનેલી ઘટનાને લઇને અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર જોખની રીતે દોડતા વાહનો પર લગામ કસવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું સામે આવવા પામ્યું છે.

Advertisement

અકસ્માત બાદ એરબેગ ખુલી ગઇ

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ગત રાત્રે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર કાર અકસ્માતની ગમખ્વાર ઘટના સામે આવી છે. જેમાં કાર ચાલકે મોતની સ્પીડે આવીને બે એક્ટીવાને અડફેટે લીધા છે. સમગ્ર ઘટનામાં કાર એટલી સ્પીડે હતી કે અકસ્માત બાદ એરબેગ ખુલી ગઇ હતી. કારમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. જે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ અકસ્માતમાં એક આકાશ નામના યુવકનું મોત નિપજ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અને તે એમબીએ ભણતો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

અકસ્માતની ઘટનામાં બે એક્ટીવાનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. એક યુવતિ સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઇને ડીસીપી લીના પાટીલ સહિતના પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.  ઘટનામાં કાર ચાલક યુવકની અટકાયત કરવામાં આવી છે.  સમગ્ર ઘટનાને લઇને અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર ઝડપની મજા માણી અન્યના જીવને જોખમ ઉભુ કરનારા તત્વો પર લગામ સવા માટે પોલીસે વધુ મહેનત કરવી પડશે તેવો ગણગણાટ થઇ રહ્યો છે.

કાર ચાલકે બે એક્ટીવાને અડફેટે લઇને અકસ્માત સર્જ્યો

સમગ્ર ઘટનાને લઇને ACP જણાવે છે કે, કાર ચાલકે બે એક્ટીવાને અડફેટે લઇને અકસ્માત સર્જ્યો છે. એક શખ્સનું મોત નિપજ્યું છે. વાહન ચાલક નશાની હાલતમાં હતો કે નહિ તેની તપાસ ચાલી રહી છે.

Advertisement

આ પણ વાંચો -- Chhotaudepur : શિક્ષકોને પુરવણી બિલની ચુકવણીમાં રૂ. 50 લાખનું મસમોટું કૌભાંડ ! તપાસનો ઘમઘમાટ શરૂ

Tags :
Advertisement

.