VADODARA : આજવા ચોકડીથી નિમેટા સુધીના રોડ પર ખાડા જ ખાડા
VADODARA : વડોદરા (VADODARA) ના આજવા ચોકડીથી આજવા-નિમેટા સુધીના રોડ પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ચોમાસામાં રોડ તુટી જવાનું વધુ સામે આવતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો બીજી તરફ પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોવાની શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ નથી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ખરી મુસીબતતો રાત્રીના સમયે થાય છે. જ્યારે સ્ટ્રીટ લાઇન ન હોવાના કારણે વાહન ચાલકોને ખાડા દેખાતા નથી. અને કેટલા કિસ્સાઓમાં ચાલકો ખાડામાં પડી પણ જાય છે. હવે આ મામલે સ્થાનિકોની સમસ્યા કેટલા સમયમાં દુર થાય છે તે જોવું રહ્યું.
ખુબ જ સાચવીને પસાર થવું પડે
વડોદરામાં ચોમાસામાં રસ્તા પર ભૂવા પડવા, રોડ તુટવા તથા રોડની સપાટી પર ખાડા જ ખાડા જોવા મળવા આ પ્રકરાની ઘટનાઓ વધુ સામે આવતી હોય છે. પાલિકા ચોમાસામાં સારા રોડ આપી શકવામાં કેટલી સક્ષમ છે તે સૌ શહેરવાસીઓ જાણે જ છે. ત્યારે શહેરના આજવા ચોકડીથી આજવા-નિમેટા સુધીના રોડ પર ખાડાઓનું ભારે સામ્રાજ્ય હોવાનું સામે આવ્યું છે. દિવસે કમ્મર તોડ ખાડામાંથી ખુબ જ સાચવીને પસાર થવું પડે છે. તો રાત્રીના સમયે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે મુશ્કેલીઓ વધી જતી હોય છે. સ્થાનિકો દ્વારા ખાડાઓનું તાત્કાલીક સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સ્ટ્રીટ લાઇટ પણ નથી
સ્થાનિક સર્વે જણાવે છે કે, રસ્તા બહુ ખરાબ છે. ચોમાસામાં રોડ-રસ્તાની હાલત આવી થઇ જાય છે. રાત્રે તો બહુ જ કાળજી રાખીને જવું પડે છે. ખાડામાં કોઇ પડી પણ શકે છે. આ સમસ્યાનો અંત નથી. અકસ્માતોની ઘટના પણ થાય છે. નિમેટા સુધી ખાડા જોવા મળે છે. નિમેટાની પેલી બાજુ ટકાટક રોડ છે. ચોમાસામાં રોડ તુટી જ જાય છે. ખાડામાં પાણી ભરાઇ જાય છે. આગળ રોડ પર આવેલી સ્કુલની નજીક પણ આવી જ સ્થિતી છે. આ રોડ પર સ્ટ્રીટ લાઇટ પણ નથી. આગળ ચૂંટણી આવી રહી છે, એટલે ધારાસભ્યએ કામ તો કરવું જ પડશે.
આ પણ વાંચો -- VADODARA : VMC ના ચેરમેને ભાજપના કોર્પોરેટરને કહ્યું “તમારૂ કામ નહી થાય”