Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વહેમીલા પતિને સીધોદોર કરતી અભયમ

VADODARA : વડોદરા (VADODARA) માં વહેમીલા પતિથી ત્રસ્ત પત્નીએ અભયમ (ABHAYAM - VADODARA) ની ટીમની મદદ માંગી હતી. કોલ મળતાની સાથે જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને પતિનું અસરકારક કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. આખરે મહિલાના પતિને તેની ભૂલ સમજાતા...
vadodara   વહેમીલા પતિને સીધોદોર કરતી અભયમ

VADODARA : વડોદરા (VADODARA) માં વહેમીલા પતિથી ત્રસ્ત પત્નીએ અભયમ (ABHAYAM - VADODARA) ની ટીમની મદદ માંગી હતી. કોલ મળતાની સાથે જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને પતિનું અસરકારક કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. આખરે મહિલાના પતિને તેની ભૂલ સમજાતા તેણે લેખિતમાં સમાધાન કર્યું હતું.

Advertisement

પતિ રીક્ષા ચલાવે છે

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી મહિલાએ અભયમની ટીમના હેલ્પલાઇન પર ફોન કર્યો હતો. કોલ મળતા જ અભયમની ટીમ મહિલાના સરમાને પહોંચી હતી. અને પરિસ્થીતી જાણવાનો પ્રયત્ન કર્યો હતો. મહિલાએ તેની આપવિતી કહેતા જણાવ્યું કે, તેના લગ્નના 37 વર્ષ થયા છે. બે દિકરા-દિકરીના લગ્ન કરાવી દીધા છે. બંને દંપતિ વચ્ચે કોઇ ઝઘડો ન્હતો. પણ છેલ્લા એક વર્ષથી પતિ વહેમ-શંકા કરીને વારંવાર તેણીને ત્રાસ આપે છે. પતિ રીક્ષા ચલાવે છે, ધાર્મિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે. પણ મહિલા ગમે ત્યાં જાય તો ક્યાં ગઇ હતી, કોની સાથે ગઇ હતી, શું કરવા ગઇ હતી, તેવા સવાલો કરતા. આસપાસમાં પણ વાત કરે તો આ પ્રકારના સવાલો પુછતા હતા.

કેમ હસીને વાત કરે છે

આજરોજ પરિચીત પાડોશી ભાઇ જોડે હસી-મજાક કરીને વાત કરી તો બાદમાં પતિનો ત્રાસ શરૂ થઇ ગયો હતો. તું કેમ તેને કેમ બોલાવે છે, કેમ હસીને વાત કરે છે, તેવા સવાલોનો મારો ચલાવ્યો હતો. બાદમાં ઘરે મહેમાન આવે અને ચા વઘારે બની જાય તો પણ સવાલો પુછવાના. પરિજનને ફોન કરીને અંગત જીવન અંગે એલફેલ વાતો કરે છે.

Advertisement

પતિને ભૂલ સમજાઇ

બાદમાં અભયમની ટીમે મહિલાના પતિને સમજાવવાતા કહ્યું કે, પત્ની પર ખોટો શક-વહેમ કરીને સંસાર ન બગાડો. તમારે સંતાનો છે, સમજવું જોઇએ. પત્ની પર ત્રાસ ગુજારવો, જાતીય સતામણી કરવી એ ગુનાને પાત્ર છે. શક કરીને ત્રાસ ગુજારશો તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બાદમાં પતિને ભૂલ સમજાતા તેણે લેખિતમાં લખાણ આપીને સમાધાન કર્યું હતું.

આ પણ વાંચો -- VADODARA : વિવાદીત ફિલ્મને ભાજપ યુવા મોરચાના પ્રમુખનું સમર્થન

Advertisement

Tags :
Advertisement

.