VADODARA : "બિસ્તરા પોટલા તૈયાર છે, નિકળી જા", ધમકાવતી વહુને અભયમે અટકાવી
VADODARA : વડોદરા (VADODARA) ના સાવલી પાસેના ગામે રહેતી વિધવા સાસુને વહુ ધમકાવતી અને ઘરમાંથી કાઢી મુકતા મામલે અભયમ (ABHAYAM 181 HELPLINE) સુધી પહોંચ્યો હતો. આ અંગે અભયમની ટીમે સ્થળ પર પહોંચીને અસરકારક કાઉન્સિલીંગ કરતા મામલો થાળે પડ્યો હતો.
પુત્ર એક સંતાનની માતાને લગ્ન કરીને ઘરે લાવ્યો
વડોદરા જિલ્લાના સાવલીના મીરજાપુર ગામે રહેતી વિધવા મહિલાએ અભયમ મહિલા હેલ્પ લાઇન પર ફોન કરીને મદદ માંગી હતી. ફોન કોલ મળતા જ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને વિધવા મહિલાની સ્થિતી જાણવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. ટીમને જાણવા મળ્યું કે, વિધવા મહિલાના પતિને ગુજરી ગયા બે વર્ષ થયા હતા. અને સંતાનમાં એક પુત્ર હતો. પુત્ર એક સંતાનની માતાને લગ્ન કરીને ઘરે લાવ્યો છે. જે બાદ વહુ સાસુને કહેતી તારે આ ઘરમાં નથી રહેવાનું. તારા બિસ્તરા પોટલા તૈયાર કરી દીધા છે. તારે જ્યાં જવું હોય ત્યાં જા, આ અમારૂ ઘર છે.
તું મારા ઘરમાંથી નિકળી જા
પીડિયા વૃદ્ધા અભમયને જણાવે છે કે, મારા કુંવારા પુત્રને ઘણું સમજાવ્યું. પરંતુ તે માન્યો ન હતો. અને તેણે એક સંતાનની માતા સાથે લગ્ન કર્યા છે. વહુ તેના દિકરાને પણ લઇને આવી છે. આ વાતને સાત મહિના થયા છે. વહુ વૃદ્ધ સાસુને કહે છે કે, તું આ ઘરમાંથી નિકળી જા. આ મારા પતિનું ઘર છે. તારે જ્યાં રહેવું હોય ત્યાં રહેજે. તારા કપડાં બધા પેક કરી દીધા છે. તું મારા ઘરમાંથી નિકળી જા. વધુમાં વૃદ્ધા જણાવે છે કે, મેં અને મારા પતિએ મજુરી કરીને આ ઘર બાંધ્યું છે. હું આ ઘરમાંથી નહિ નિકળું. તો સામે વહુ કહે છે કે, તારો પતિ હતો, ત્યાં સુધી આ તારૂ ઘર હતું. હવે આ મારા પતિનું ઘર છે. ત્યાર બાદ વહુએ કપડા ફેકી દઇ બહાર કાઢી મુક્યા હતા.
વહુએ સાસુની માફી માંગી
પીડિતા વૃદ્ધાની પરિસ્થીતી જાણ્યા બાદ વહુનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. અભયમની ટીમે વહુને સિનિયર સિટીઝનના કાયદા અંગે જાણકારી આપી હતી. ટીમે અસરકારક કાઉન્સિલીંગ કરતા જણાવ્યું કે, આ ઉંમરે તમારે સેવા કરવાની હોય, તમે આ રીતે ઘરની બહાર ન કાઢી શકો. ઘર એમનું છે. સમજાવતાની સાથે જ વહુએ સાસુની માફી માંગી હતી. અને આ પ્રકારની ભુલ નહિ કરવા માટેની બાંહેધારી આપી હતી. સાથે જ સાસુની સેવા કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો -- VADODARA : ફડચામાં ગયેલી કંપનીની મોટી મશીનરી ગાયબ થતા કરોડોનું નુકશાન