Vadodara : 'હરણી હત્યાકાંડ'માં 6 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
વડોદરાના (Vadodara) હરણી તળાવ હોનારતમાં (Harani Lake) 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓના મોત નીપજ્યા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. લોકોમાં ભારે રોષને પગલે પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને 18 લોકો સામે ફરિયાદ નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે આજે પોલીસે આ છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જ્યારે, કોર્ટે તમામ દલીલોને ગ્રાહ્ય રાખી 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના (Vadodara) 'હરણી હત્યાકાંડ'માં પોલીસે જે 6 આરોપીઓની ધરપકડ કરી હતી તેમને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ અનિલ દેસાઈ અને સિનિયર વકીલ હિતેશ ગુપ્તાએ આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી. આ દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જો કે, પોલીસ દ્વારા વધુ પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. પરંતુ, કોર્ટે 25 જાન્યુઆરી, બપોરે 3.30 વાગ્યા સુધી આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પૂછપછરમાં મોટા ખુલાસા થવાની આશંકા
આરોપીઓની પૂછપછરમાં મોટા ખુલાસા થવાની આશંકા છે. આ કેસ હેઠળ પોલીસ (Vadodara) હાલ પણ મેસર્સ કોટીયા પ્રોજેક્ટના (Kotia Project) સંચાલકો, ભાગીદાર, ડાયરેક્ટરની શોધખોળ કરી રહી છે. મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈનને શોધવા પોલીસે વિવિધ ટીમો બનાવી છે અને શોધખોળ કરી રહી છે. જણાવી દઈએ કે, અગાઉ પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થયા હતા. આરોપ હતો કે પોલીસે એફઆઈઆરમાં મુખ્ય આરોપીઓના નામ નોંધ્યા નહોતા. જો કે, લોકોના રોષ અને દબાણ બાદ આખરે પોલીસે હરણી હત્યાકાંડમાં મુખ્ય આરોપી પરેશ શાહનું નામ સામેલ કર્યું હતું.
આ પણ વાંચો - Amreli : સાવરકુંડલામાં 1 હજાર ફૂટની ધ્વજા સાથે ભવ્ય રામ રથયાત્રા નીકળી, 3 હજાર દીવડાંથી લખ્યું ‘શ્રી રામ’, જુઓ Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ