Vadodara : અકસ્માતના 111 દિવસે પણ યુવતી કોમામાં, આરોપી યુવક હાલ પણ પોલીસ પકડથી દૂર
વડોદરાના (Vadodara) ન્યુ અલકાપુરી વિસ્તારમાં 7 માર્ચના રોજ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નોકરી પરથી છૂટીને એક્ટિવા પર ઘરે જતી યુવતીને પૂરપાટ ઝડપે આવતા એક સ્પોર્ટ્સ બાઇકચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ અક્સમાતમાં યુવતીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાઈ હતી. યુવતી હાલ પણ કોમામાં છે. જ્યારે બીજી તરફ અકસ્માત સર્જનારો ખાનદાન નબીરો પોલીસ પકડથી દૂર છે અને આરોપ છે કે યુવક બિંદાસ્ત રીતે રિલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યો છે. ત્યારે પોલીસની કામગીરી સામે યુવતીના પરિવારજનો, મિત્રો અને સગા સંબંધીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
7 માર્ચે સર્જાયો હતો અકસ્માત, યુવતી હાલ પણ કોમામાં
વડોદરા (Vadodara) શહેરના રેસકોર્ષ વિસ્તારમાં આવેલા પશાભાઈ પાર્કના વાસુકી એપાર્ટમેન્ટમાં (Vasuki Apartment) રહેતી અને MS યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીમાં 5 માં સેમિસ્ટરમાં અભ્યાસ કરતી નેન્સી તુષાર બાવીસી અલ્કાપુરી વિસ્તારમાં આવેલા એક પ્રાઇવેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેકસમાં નોકરી કરતી હતી. 7 માર્ચના રોજ જ્યારે નેન્સી નોકરી પરથી છૂટી એક્ટિવા પર ઘરે જઈ રહી હતી ત્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક પૂરપાટ ઝડપે આવતી સ્પોર્સ્ટ બાઇકચાલકે નેન્સીની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. નેન્સી હવામાં ફંગોળાઈને નીચે પટકાઈ હતી, જેના કારણે તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતમાં બાઇકચાલક યુવકને પણ ઇજાઓ થઈ હતી. રાહદારીઓએ નેન્સીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જ્યારે બાઇકચાલકને પોલીસને હવાલે કર્યો હતો.
ખાનદાન નબીરો હાલ પણ પોલીસ પકડથી દૂર
જો કે, આ અકસ્માત બાદથી નેન્સી કોમામાં છે. નેન્સીને (Nancy Tushar Bavisi) પ્રોડક્ટિવિટી રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. નેન્સીના પરિવારજનો, મિત્રો અને સગા સંબંધીઓ નેન્સાના ભાનમાં આવવાની અને જલદી તબિયત સારી થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ નેન્સીની આવી હાલત કરનારો ખાનદાન નબીરો હજી પણ પોલીસની પકડથી દૂર છે. આરોપ મુજબ, યુવક બિન્દાસ થઈને બોલિવૂડ ગીતો પર રિલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. નેન્સીના પરિવારજનોનો આરોપ છે કે અકસ્માત સમયે રાહદારીઓએ બાઇકચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. પરંતુ, પોલીસે માત્ર બાઇક જપ્ત કરી હતી. પરંતુ, બાઇકચાલક સામે કોઈ કડક કાર્યવાહી કરી હોય તેવું લાગતું નથી.
આ પણ વાંચો - Vadodara: શું હજી પણ અગ્નિકાંડની રાહ જોવાય છે? સયાજી હોસ્પિટલ પાસે ફાયર NOC જ નથી
આ પણ વાંચો - Mehsana : વિસનગરમાં હરિયાણા પોલીસનું મોટું ઓપરેશન! BJP નેતાની કરી ધરપકડ
આ પણ વાંચો - Amreli : રાજકોટ અગ્નિકાંડના મૃતકોને કોંગ્રેસની શ્રદ્ધાંજલિ, વીરજી ઠુમ્મરના સરકાર પર પ્રહાર