Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, અહીંથી કરશે પ્રચારના 'શ્રી ગણેશ'

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections 2024) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાત સહિત દેશભરમાં ચૂંટણીનો માહોલ પણ જામી રહ્યો છે. ગુજરાતમાં (Gujarat) ભારતીય જનતા પાર્ટી (BJP) ના લોકસભા બેઠકના ઉમેદવારોએ પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે....
amit shah in gujarat   કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે  અહીંથી કરશે પ્રચારના  શ્રી ગણેશ

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections 2024) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાત સહિત દેશભરમાં ચૂંટણીનો માહોલ પણ જામી રહ્યો છે. ગુજરાતમાં (Gujarat) ભારતીય જનતા પાર્ટી (BJP) ના લોકસભા બેઠકના ઉમેદવારોએ પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક પરથી બીજેપી ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah in Gujarat) આજે ગુજરાત પ્રવાસે છે અને ચૂંટણી પ્રચારના 'શ્રી ગણેશ' કરશે.

Advertisement

માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah in Gujarat) આજે ગુરુકુળ રોડથી લોકસભા ચૂંટણી માટે પ્રચારના 'શ્રી ગણેશ' કરશે. સુભાષ ચોક હનુમાન મંદિરમાં (Hanuman temple) દર્શન કર્યા બાદ ભગવાનના આશીર્વાદ મેળવી કેન્દ્રીય મંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચારનો શુભારંભ કરશે. ગૃહમંત્રી અમિત શાહ આવવાના હોવાથી સુભાષ ચોક (Subhash Chowk) ખાતે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સાથે અહીં પાર્ટી આગેવાનો દ્વારા અમિતભાઈ શાહનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે.

Advertisement

ત્યાર બાદ દિવસ દરમિયાન તેઓ ગાંધીનગર (Gandhinagar) ખાતે લોકસભા કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથે એક મહત્ત્વની બેઠક પણ કરશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈ પ્રચાર પ્રસાર કેમ કરવો, જનતા સુધી કેન્દ્ર અને સરકારની યોજનાઓની માહિતી કેમ પહોંચાડવી? સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ કાર્યકર્તાઓને પ્રચાર પ્રસાર માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પ્રોત્સાહિત કરશે. જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક (Gandhinagar Lok Sabha seat) પરથી ઉમેદવાર છે.

આ પણ વાંચો - Ahmedabad East Lok Sabha seat : ભાજપનો દબદબો કોંગ્રેસ તોડી શકશે ?

આ પણ વાંચો - Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સ્પષ્ટ વાત, કહ્યું- ક્યારેય પાછું નહીં લેવામાં આવે CAA…

આ પણ વાંચો - Karnataka BJP માં મોટો ફેરબદલ, 10 સાંસદોની ટિકિટ કપાઈ, આ દિગ્ગજો પર રમાયો દાવ…

Tags :
Advertisement

.