Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Una Todkand : PI નિલેશ ગોસ્વામી આ રીતે ચલાવતો હતો તોડબાજીનું નેટવર્ક, વાંચો સંપૂર્ણ અહેવાલ

ઉના પીઆઈ તોડકાંડ (Una Todkand) મામલે એસીબી (ACB) દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. દરમિયાન, એસીબીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. 5 જાન્યુઆરીના રોજ જુનાગઢ એસીબીની (Junagadh ACB) ટીમે ઉના પોલીસ સ્ટેશનમાં ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરી હતી. દરમિયાન, ઉના પોલીસ...
una todkand   pi નિલેશ ગોસ્વામી આ રીતે ચલાવતો હતો તોડબાજીનું નેટવર્ક  વાંચો સંપૂર્ણ અહેવાલ

ઉના પીઆઈ તોડકાંડ (Una Todkand) મામલે એસીબી (ACB) દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. દરમિયાન, એસીબીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. 5 જાન્યુઆરીના રોજ જુનાગઢ એસીબીની (Junagadh ACB) ટીમે ઉના પોલીસ સ્ટેશનમાં ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરી હતી. દરમિયાન, ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ નિલેશ ગોસ્વામી (PI Nilesh Goswami) વચેટિયા મારફતે દીવથી ઉનામાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી અને તોડબાજી કરતા હોવાનું સામે આવ્યું હતું. એસીબીએ જણાવ્યું કે, પીઆઈ નિલેશ ગોસ્વામીના વચેટીયાના મોબાઈલમાં અસંખ્ય નાણાના ટ્રાન્જેક્શન પકડાયા હતા. એસીબીએ નિલેશ ગોસ્વામીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

ઉના તોડકાંડ (Una Todkand) મામલે એસીબીએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં Dysp ગંભીરસિંહ પઢેરિયાએ (Dysp Gambhir Singh Padheria) જણાવ્યું કે, તારીખ 5 જાન્યુઆરીના રોજ ઉના પોલીસ સ્ટેશનના (Una Police Station) હેમતપુર માંડવી ચેકપોસ્ટ પર જુનાગઢ એસીબી પોલીસ સ્ટેશન તરફથી એક ટ્રેપ ડીકોઈનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે ગેરકાયદેસર દારૂ દીવથી આવે છે તે પ્રકારની માહિતી મળી હતી. જો કે, ત્યાં ફરજ પર જે પોલીસ કર્મચારીઓ હતા તેઓને એસીબીના રેડ હોવાની ગંધ આવી જતા તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પરંતુ, થર્ડ પાર્ટી કે જેનું નામ નિલેશ તડવી (Nilesh Tadvi) છે તેની ધરપકડ કરવામાં આવી હતી.

વચોટિયાના મોબાઇલમાંથી અસંખ્ય ટ્રાન્ઝેક્શન મળ્યા

તેમણે જણાવ્યું કે, નિલેશ તડવી (Nilesh Tadvi) ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ નિલેશ ગોસ્વામી (PI Nilesh Goswami) વતી કામ કરતો હતો. તેના કબજામાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેથી મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસ કરતા તે પોતે વચેટીઓ હોવાનું જાણવા મળ્યું હતું. આ બે મોબાઈલ ફોનને ડિફેસ પાસે એનાલિસિસ કરાવતા તેમાંથી અસંખ્ય નાણાકીય ટ્રાન્જેક્શનો મળી આવ્યા હતા. ઉપરાંત, તેના કોલ રેકોર્ડ ચેક કરતા તેણે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ઘણીવાર નાણાકીય લેવડ-દેવડ અને હિસાબ આપવા અંગેની વાત મળી આવી હતી. ફોનની વધુ તપાસ કરતા નિલેશે ઉનાના એક હુસેન નામના બુટલેગર અને એક અન્ય બુટલેગરના ખાતામાં જુદી જુદી એપ થકી ત્યાંથી પસાર થતાં મુસાફરો હોય તેમને હેરાનગતિ કરી અને નાણાં પડાવ્યા હતા અને આ એપો દ્વારા તેને ટ્રાન્સફર કર્યા હતા.

Advertisement

Dysp ગંભીરસિંહ પઢેરિયા

તોડબાજ પીઆઈ નિલેશ ગોસ્વામીએ કર્યું સરેન્ડર

આ નાણા કેસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટરને આપતા હતા. એ સમગ્ર વાતચીત પણ નિલેશ તડવીના મોબાઈલમાં જે ડેટા મળ્યો છે એમાંથી મળી આવી છે, જેથી આ અંગેની આગળની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે ભોગ બનનારા મુસાફરો અને એટીએમના સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો લઈને તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ કાંડમાં પીઆઇ નિલેશ ગોસ્વામીની (PI Nilesh Goswami) ભૂમિકા બિલકુલ સ્પષ્ટ રીતે સામે આવી હતી. નિલેશ ગોસ્વામીએ રાજકોટ ખાતે તપાસ અધિકારી સમક્ષ સરેન્ડર કર્યું હતું.

Advertisement

નિલેશ ગોસ્વામીની મિલકત અંગે તપાસ

તેમણે આગળ કહ્યું કે, પીઆઈ નિલેશ ગોસ્વામીએ (PI Nilesh Goswami) આગોતરા જામીન મેળવવા સેશન કોર્ટમાં અરજી કરી હતી જે નામંજૂર થઈ હતી. ત્યારબાદ તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી પરંતુ તે અરજી તેણે વિડ્રો કરી લીધી હતી. ત્યારબાદ તેઓએ રાજકોટ (Rajkot) ખાતે જઈ અને પોતે તપાસ કરનાર અધિકારી સમક્ષ સરેન્ડર કર્યું હતું. ત્યાર બાદ પીઆઈ નિલેશ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડની માગ કરાઈ હતી. કોર્ટે 10 દિવસના એટલે કે 3 માર્ચ સુધીના રિમાન્ડની મંજૂરી આપી હતી. Dysp ગંભીરસિંહ પઢેરિયાએ જણાવ્યું કે, ગોસ્વામી દ્વારા સીધી માંગણી કરવામાં આવી નહોતી. પરંતુ, જે ચેકપોસ્ટ હતી ત્યાં ચોક્કસ માણસોની નિમણૂક કરી અને પોતાનો એક અંગત માણસ ઊભો રાખ્યો હતો જે ઘણા વર્ષોથી તેમની સાથે ટાઉટ તરીકે ફરતો હતો. આ મામલે અત્યાર સુધી કેટલા રૂપિયાનો તોડ કરવામાં આવ્યો છે? કોની કોની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા છે ? કોના ખાતામાં એટલે કે હુસેન કે અન્ય કોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે ? તે અંગે તપાસ ચાલુ છે. ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ નિલેશ ગોસ્વામીની મિલકત અંગેની પણ ચકાસણી કરવામાં આવશે.

આ પણ વાંચો - Kheda Police : PI ક્વાટર્સમાં દારૂની મહેફિલ અને મારામારી, 3 PI સામે કાર્યવાહી

Tags :
Advertisement

.