Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UGVCL Digital Meter: સરકારે પ્રીપેડ સ્માર્ટ વીજ મીટર યોજના હેઠળ મીટર લગાવવાની કામગીરી કરી શરૂ

UGVCL Digital Meter: હવે, UGVCL દ્વારા પૈસા ચૂકવો અને વીજળી મેળવો પ્રિપેડ ડિજિટલ સ્માર્ટ મીટર (Prepaid Digital Smart Meter) લગાવવાનું શરૂ કરી દેવાયું છે. જેમાં નરોડા અને દહેગામ વિસ્તારમાં હાલ ₹ 25,000 જેટલા સ્માર્ટ મીટર (Prepaid Digital Smart Meter) લગાવી...
08:17 PM Feb 24, 2024 IST | Aviraj Bagda
The government has started installation of meters under prepaid smart electricity meter scheme

UGVCL Digital Meter: હવે, UGVCL દ્વારા પૈસા ચૂકવો અને વીજળી મેળવો પ્રિપેડ ડિજિટલ સ્માર્ટ મીટર (Prepaid Digital Smart Meter) લગાવવાનું શરૂ કરી દેવાયું છે. જેમાં નરોડા અને દહેગામ વિસ્તારમાં હાલ ₹ 25,000 જેટલા સ્માર્ટ મીટર (Prepaid Digital Smart Meter) લગાવી દેવાયા છે. તો બીજી બાજુ 60,000 ગ્રાહકો સુધી આ મીટર લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

UGVCL નરોડા ડિવિઝન જુનિયર એન્જિનિયર એનબી ડામોર દ્વારા જણાવાયું કે મોબાઇલમાં અને ટીવીમાં જે રીતે રિચાર્જ કરાવીએ છીએ. તે રીતે હવેથી લાઈટ બિલ (Light Bill) પણ આપણા ઘરે નહીં આવે માત્ર પ્રિપેડ મીટરમાં રિચાર્જ (Prepaid Digital Smart Meter) કરાવવાનું રહેશે. ત્યારબાદ રિચાર્જ પૂરું થાય આપો આપ વીજળી કપાઈ જશે. ગ્રાહકો મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી રિયલ ટાઇમ વીજ વપરાશ પણ જાણી શકશે.

UGVCL Digital Meter

ગ્રાહકો વીજ વપરાશ સરળતાથી જાણી શકશે

આ યોજનામાં સ્માર્ટ પ્રીપેડ મીટર ઘરે-ઘરે લાગવાના છે. મોબાઇલમાં UGVCL ની એપ દ્વારા દર 15 મિનિટનો વીજ વપરાશનો ડેટા ગ્રાહકોને મળી રહેશે. તેથી કેટલા પ્રમાણમાં વીજ વપરાશ થઈ રહ્યો છે. તેનું અનુમાન પણ ગ્રાહકો લગાવી શકશે. તો અધિકારી દ્વારા રીડિંગ લીખતી વખતે માનવીય ભૂલો થતી હોય છે. તેનું નિરાકરણ આવી ગયું છે.

નરોડા વિસ્તારમાં મીટર લગાવવાની કામગીરી શરુ

હાલ નરોડા અને દહેગામ વિસ્તારમાં સ્માર્ટ મીટર (Prepaid Digital Smart Meter) લગાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત 25,000 મીટર લગાવવામાં આવ્યા છે. નરોડાની કેસર એપાર્ટમેન્ટ સ્કીમમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. હાલ માત્ર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે હાલ પોલિસી મેટર ચાલી રહી છે જેના ઉકેલ આવતા આ યોજનાને શરૂ કરી દેવામાં આવશે. તેવું અધિકારીઓએ જણાવ્યું છે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Una Todkand : PI નિલેશ ગોસ્વામી આ રીતે ચલાવતો હતો તોડબાજીનું નેટવર્ક, વાંચો સંપૂર્ણ અહેવાલ

Tags :
ApplicationGuajaratfirstGujaratlight billPrepaid Digital Smart MeterUGVCLUGVCL Digital Meter
Next Article