રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની આ આગાહી
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી (Rain Forecast) કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત (South Gujarat), સૌરાષ્ટ્ર (Saurashtra)માં ભારે વરસાદ પડવાની સંભાવના સાથે રાજ્યના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી કરી છે. પૂર્વિય પવનોથી આવતા ભેજના લીધે તેમજ સાક્લોનિક સર્ક્લુલેશન અને ટ્રફ સક્રિય થતા રાજ્યના લોકોએ કમોસમી વરસાદનો સામનો કરવો પડી શકે છે.
24થી 28 નવેમ્બર વચ્ચે કમોસમી વરસાદ આગાહી
અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહન્તી (Manorama Mohanty)એ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 24થી 28 નવેમ્બર વચ્ચે કમોસમી વરસાદ પડી શકે છે, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ શકે છે. તો તા.25 અને 26 નવેમ્બરે ભારે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મોહન્તીના જણાવ્યા મુજબ પૂર્વિય પવનોથી આવતા ભેજના કારણે તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે.
તા.25મીથી ઠંડીનો ચમકારો શરૂ થશે
મોહન્તીના જણાવ્યા મુજબ વરરાદની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે, જ્યારે રાજ્યના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે. તેમણે એમ પણ જણાવ્યું કે, તા.27 નવેમ્બરથી વરસાદનું જોર ઘટશે. અને 25મીથી ઠંડીનો ચમકારો શરૂ થઈ જશે. દરમિયાન કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થઈ શકે છે. શિયાળાની શરૂઆત થાય એટલે રવિ પાકની તૈયારીઓ શરૂ થઈ જાય છે, જેમાં ખેડૂતો વટાણા, ચણા, સરસવ, ઘઉં, બટાટા જેવા પાકોની ખેતી કરતા હોય છે, ત્યારે કમોસમી વરસાદના કારણે આ પાકોને નુકસાન થવાની પણ સંભાવના છે.
આ પણ વાંચો -વર્લ્ડકપની મેચમાં સ્ટેડિયમમાં ગેરકાયદેસર પ્રવેશ મામલો ,10 હજાર ના બોન્ડ પર શરતી જામીન પર