ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Rain NEWS : રાજ્યના આ જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ,જાણો શું છે આગાહી

રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.સુરત, વલસાડ, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.   હવામાન...
09:33 AM Sep 04, 2023 IST | Hiren Dave

રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.સુરત, વલસાડ, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.

 

હવામાન વિભાગે આગામી અઠવાડિયે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી અઠવાડિયે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં 7 થી 10 તારીખ દરમિયાન વરસાદનું જોર વધશે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી અઠવાડિયામાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ , દાદરાનગર, છોટાઉદેપુર અને નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

 

મહીસાગર અને પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી

અમદાવાદ, ખેડા, દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

 

નવસારી, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી

નવસારી, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી સાથે અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી છે. આણંદ, મહિસાગર, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અમરેલી, ભાવનગર, દિવમાં હળવા વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આગાહી છે. તેમજ 8, 9, 10 સપ્ટેમ્બરે વધુ વરસાદ નોંધાઈ શકે છે.

 

આ  પણ  વાંચો-જેતપુરના અમરાપર ગામે પડ્યા દરોડો, સરપંચ સહિત 7 લોકો જુગાર રમતા ઝડપાયા

 

Tags :
Gujaratgujarat rainGujarat Rain 2023gujarat weatherIMDRainfallSaurashtra
Next Article