Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્ય સરકારે ST બસના ભાડામાં કર્યો વધારો,જાણો નવો ભાવ

ગુજરાત એસટી બસના ભાડામાં વધારો  ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા કરાયો નિર્ણય પ્રતિ કિલોમીટરે બસના ભાડામાં કરાયો વધારો ST બસના ભાડામાં 25 ટકાનો વધારો લોકલ ST બસનું ભાડું 0.64 થી વધારી 0.80 પૈસા કરાયું એક્સપ્રેસ ST બસનું ભાડું...
રાજ્ય સરકારે st બસના ભાડામાં કર્યો વધારો જાણો નવો ભાવ
  • ગુજરાત એસટી બસના ભાડામાં વધારો 
  • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા કરાયો નિર્ણય
  • પ્રતિ કિલોમીટરે બસના ભાડામાં કરાયો વધારો
  • ST બસના ભાડામાં 25 ટકાનો વધારો
  • લોકલ ST બસનું ભાડું 0.64 થી વધારી 0.80 પૈસા કરાયું
  • એક્સપ્રેસ ST બસનું ભાડું 0.68 થી વધારી 0.85 પૈસા કરાયું
  • નોન એસી સ્લિપરનું ભાડું 0.62 થી વધારી 0.77 પૈસા કરાયું
  • 2014 બાદ પ્રથમવાર ST બસના ભાડામાં કરાયો વધારો

Advertisement

સામાન્ય નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારની એસ.ટી નિગમ વિભાગની બસના ભાડામાં 10 વર્ષ પછી વધારો કરવામાં આવ્યો છે. જેમાં 2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર કોઈ પણ વધારો કરવામાં આવ્યો ન હતો. જેમાં હવે અંદાજિત 25 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આજે મધરાતથી એસટી બસ ભાડાંનો વધારો લાગુ પડશે.

લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરવામાં આવ્યા છે. એક્સપ્રેસ બસમાં 68 પૈસાના બદલે 85 પૈસા કરવામાં આવ્યા છે. નોનએસી અને સ્લિપર કોચમાં 62 પૈસાથી વધારીને 77 પૈસા કરવામાં આવ્યા છે.

Advertisement

ભાડા વધારા બાબતે પ્રેસનોટ જાહેર
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં મુસાફર ભાડા વધારા બાબતે પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્યશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરેલ, જેના ભાગરુપે ભારતમાં પ્રથમ વખત BS6ના 2320 જેટલા નવીન વાહનો મુસાફરો જનતાની સવલતમાં મુકવામાં આવેલ છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવેલ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

Advertisement

રાજ્ય સરકારે 10 વર્ષ બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોના ખિસ્સાં ખાલી થાય તેવી શક્યતા છે. સરકાર બચાવ કરી રહી છે કે વર્ષ 2014 બાદ અલગ-અલગ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે. જેને પગલે ગુજરાતમાં પણ બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. સરકારે નવા દરો પણ જાહેર કર્યા છે.

ગુજરાતમાં આશરે 10 વર્ષ પછી ભાડામાં વધારો થયો

જો બીજા રાજ્યના ભાડા જોવામાં આવે તો લોકલ બસમાં 1.45 રૂ પ્રતિ કિમી છે, જ્યારે એક્સપ્રેસ બસનું ભાડું 1.45 રૂ.પ્રતિ કિમી છે. તો નોન એસી સ્લીપરનું ભાડું 1.98 રૂ. પ્રતિ કિમી છે. જેની સામે ગુજરાતમાં આશરે 10 વર્ષ પછી ભાડામાં વધારો થયો છે.

આ પણ  વાંચો-પ્રેમ લગ્ન મુદ્દે મુખ્યમંત્રીના નિવેદને નીતિન પટેલે આપ્યું સમર્થન

Tags :
Advertisement

.