Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પતિએ લીધેલા ઉછીના નાણાને લઈ રૂપિયા આપનારે રૂપિયા લેનારની પત્ની ઉપર આંચળ્યું વારંવાર દુષ્કર્મ...

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના કોંઢ ગામે ઉછીના રૂપિયા લેનારની પત્ની ઉપર રૂપિયા આપનારે ફોન ઉપર સંપર્કમાં આવતા તારા પતિને મેં ઉછીના રૂપિયા આપ્યા છે કહી તેણીને દબડાવી બળજબરીપૂર્વક વારંવાર તેની સાથે જ દુષ્કર્મ ગુજારીઓ હોવાની ફરિયાદ વાલીયા પોલીસ મથકે નોંધાય...
પતિએ લીધેલા ઉછીના નાણાને લઈ રૂપિયા આપનારે રૂપિયા લેનારની પત્ની ઉપર આંચળ્યું વારંવાર દુષ્કર્મ

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના કોંઢ ગામે ઉછીના રૂપિયા લેનારની પત્ની ઉપર રૂપિયા આપનારે ફોન ઉપર સંપર્કમાં આવતા તારા પતિને મેં ઉછીના રૂપિયા આપ્યા છે કહી તેણીને દબડાવી બળજબરીપૂર્વક વારંવાર તેની સાથે જ દુષ્કર્મ ગુજારીઓ હોવાની ફરિયાદ વાલીયા પોલીસ મથકે નોંધાય છે. જેના પગલે પોલીસે પણ નરાધમ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી તેની ધાર પકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા પોલીસ મથકે દુષ્કર્મનો ભોગ બનેલી ફરિયાદી એ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યા છે કે આજથી ત્રણેક મહિના પહેલા ફરિયાદી તેના ઘરે હાજર હતી તે વખતે ઘરની સામે રહેતા માજીદ ઉંમરજી ઉઘરાદાર રહે વાલીયા કોઢ ગામનાઓ ફરિયાદીના મોબાઈલ ફોન નંબર ગમે તેવી રીતે મેળવી ફરિયાદીને સતત ફોન કરી ફોન પર વાત કરવાનો પ્રયાસ કરતો હતો અને એકવાર ફરિયાદીએ ફોન રિસીવ કરેલો જેમાં નરાધમે કહેલું કે મારે વાત કરવી છે ત્યારબાદ સતત ફોન કરી તેને બહાર મળવા માટે નરા તમે જીદ પકડી હતી અને એક વખત તેના ઘરે બોલાવી ફરિયાદીને કહ્યું હતું કે તારા પતિ મારી પાસેથી ઉછીના પૈસા લઈ ગયા છે અને તે પૈસા આપતો નથી અને રૂપિયા ન આપવા હોય તો મારી સાથે સૂવું પડશે તેમ કહી જબરજસ્તીથી ફરિયાદીને તેનો હાથ પકડી ઘરમાં લઈ જઈ ફરિયાદીની સંમતિ ન હોવા છતાં નરાધમ માજીદ ઉમરજી ઉઘરાદાર ના હોય એ ફરિયાદીને અવારનવાર ઘરે બોલાવી બળાત્કાર કરેલ હોવાનો આક્ષેપ કર્યો છે સાથે આ અંગેની વાત કોઈને કહીશ તો તને મારી નાખીશ તારું ઘર ભંગાવી નાખીશ અને તારા પતિ નું એક્સિડન્ટ કરાવી નાખીશ તેવી ધમકી આપી ફરિયાદી સાથે વારંવાર અલગ અલગ સ્થળોએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારીયો હોવાની ફરિયાદ નોંધાવી છે.

વાલીયા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે આરોપી માજીદ ઉમરજી ઉઘરાદાર સામે બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ગતિમાન કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - દરિયામાં 20 ફૂટ ઊંચા મોજા, 200 KMPH ની ઝડપે પવન… તે ‘તોફાન’, જેમાં 3થી 5 લાખ લોકોના થયા મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

અહેવાલ - દિનેશ મકવાણા ભરૂચ 

Tags :
Advertisement

.