Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં આગામી 2 થી 3 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં હવામાં વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે  આગામી  2  થી 3  દિવસમાં ભારે  વરસાદની આગાહી  કરવામાં  આવી  છે  જેમાં...
રાજ્યમાં આગામી 2 થી 3 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં હવામાં વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે  આગામી  2  થી 3  દિવસમાં ભારે  વરસાદની આગાહી  કરવામાં  આવી  છે  જેમાં બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે વરસાદનું જોર વધશે. આજે રાજ્યના આઇસોલેટ પ્લેસમાં વરસાદની સંભાવના છે. તેમજ રવિવારથી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. તેમાં તાપી, ભરૂચ, દમણમાં વરસાદ રહેશે.

Advertisement

બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે વરસાદનું જોર વધશે

નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં 94 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આવતીકાલે અને રવિવારે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 2-3 દિવસમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે વરસાદનું જોર વધશે. આજે રાજ્યના આઇસોલેટ પ્લેસમાં વરસાદની સંભાવના છે.

Advertisement

 રાજ્યના આઇસોલેટ પ્લેસમાં વરસાદની સંભાવના

Advertisement

રવિવારના દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ આવશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે અને રવિવારે અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસશે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ધમાકેદાર ઈનિંગ રમી શકે છે. પંચમહાલ, દાહોદ અને ડાંગમાં પણ વરસાદી માહોલ રહેશે.

રાજ્યમાં 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેમકે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, મહિસાગરના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છમાં ડ્રાય જોવા મળશે. આ સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમરેલી જૂનાગઢ, અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.

આ  પણ  વાંચો -3 કિલો ગાંજા સાથે ઝડપાયા બે શખ્સો, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

Tags :
Advertisement

.