Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli : બૃહદ ગીરના રાજુલાની રાણી ગણાતી સિંહણ 'ક્વીન'એ નોંધાવ્યો બે વર્લ્ડ રેકોર્ડ

અહેવાલ- ફારૂક કાદરી -અમરેલી    ગીરની ગૌરવગાથામાં એક નવું છોગું ઉમેરે છે. ગીરના જંગલમાંથી ચારે દિશામાં સિંહ પરિવારો ફેલાયા છે અને તેમાં રાજુલા પંથકનો પણ સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં અહીં સિંહો વસવા લાગ્યા છે તેમાંની એક સિહણે અભ્યાસુઓનું ધ્યાન...
amreli   બૃહદ ગીરના રાજુલાની રાણી ગણાતી સિંહણ  ક્વીન એ નોંધાવ્યો બે વર્લ્ડ રેકોર્ડ

અહેવાલ- ફારૂક કાદરી -અમરેલી 

Advertisement

ગીરની ગૌરવગાથામાં એક નવું છોગું ઉમેરે છે. ગીરના જંગલમાંથી ચારે દિશામાં સિંહ પરિવારો ફેલાયા છે અને તેમાં રાજુલા પંથકનો પણ સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં અહીં સિંહો વસવા લાગ્યા છે તેમાંની એક સિહણે અભ્યાસુઓનું ધ્યાન ખેંચ્યું છે. એશિયાટિક સિદ્ધ તરીકે જાણીતી ગીની આ પ્રજાતિને કેટલીક ખાસિયત છે, જેમાં નવા વિક્રમો આ સિંહણે નોંધાવ્યા છે. સિંહણ એક વાર માતા બને પછી બીજી વાર પ્રસૂતા થવામાં વચ્ચે ઓછામાં ઓછો 24 મહિનાનો ગાળો હોય છે.

Advertisement

Image preview

તેની જગ્યાએ એક બચ્ચાના જન્મ પછી માત્ર 13 મહિનામાં તે ફરી પ્રસૂતા બની હતી અને બચ્ચાને જન્મ આપ્યો હતો. એશિયાટિક પ્રજાતી માટે આ એક વિક્રમ છે. તે પછી બીજો વિક્રમ સંજોગો અનુસાર સર્જાયો, કેમ કે બચ્ચાને બચાવવા માટેની માની કુદરતો પ્રકૃતિ હોય છે તે અનુસાર બચ્ચાની સલામતી માટે તેણે 300 કિલોમિટરની સફર કરી હતી પોતાના રાજુલા પંથકમાં પણ પહોંચી ગઈ હતી રાજુલા થી બીજા છેડે છેક પોરબંદર પાસે આ આખી ઘટના બે સંશોધકો અને સિંહપ્રેમી પરિમલ નથવાણીના પ્રયાસોથી દસ્તાવેજીકરણ પામી છે. K રાજયસભાના સભ્ય પરિમલ નથવાણી પ્રકૃતિ પ્રેમી છે અને સિંહ સંવર્ધન માટે પ્રયાસો કરે છે. બે સંશોધકો એટલે ડૉ. રૂપાપરા અને ડૉ. પૂર્વેશ કાચાએ સિંહણની આ યાત્રાને ટ્રેક કરીને નોંધ કરી છે.

Advertisement

Image preview

10 વર્ષની ઉંમર પછી ચાર બચ્ચા સિંહણને થાય એવું પણ ના બને, પણ રાજુલાની રાણીએ કુદરતી ક્ષમતા દેખાડી હતી. આ વિસ્તારમાં બીજી સિહણના બચ્ચા હતા તેની સંભાળ લેવાનું પણ આ સિંહણે શરૂ કર્યું હતું અને એટલે જ તેને રાણી નામ મળ્યું. ગયા ઉનાળે તેને બચ્યા થયા પછી તે માનવ વસાહત નજીક પહોંચી હતી. તેણે એક જણ પર પુમલો કર્યો હતો એટલે વન વિભાગે તેને ત્યાંથી ખસેડી હતી અને ગીર અભ્યારણ્યમાં છોડી હતી. જોકે તેના માટે આ નવો વિસ્તાર હતો અને અહીં એક સિંહે ચારમાંથી તેના ત્રણ બચ્ચાને મારી નાખ્યા હતા.

Image preview

હવે પોતાના એક જ બચેલા બચ્ચાની સુરક્ષા માટે તેણે અભ્યારણ્ય છોડીને ફરી રાજુલાની વાટ પકડવાનું નક્કી કર્યું. થયું એવું કે રાજુલા તરફ આગળ વધવા લાગી ત્યારે વચ્ચે ઊંધી દિશા પકડી લીધી અને ચાલતી ચાલતી છેક પોરબંદર સુધી પહોંચી ગઈ. આ રીતે બચ્ચાને બચાવવા માટે 300 કિમી સિંહણ ચાલી હોય તેવું એશિયાટીક સિંહોમાં નોંધાયું નથી એમ સંશોધકો કહે છે. માનવ વસતિથી વચ્ચે થઈને તે પોરબંદર સુધી પહોંચી ગઈ હતી અને ત્યાં ગયા પછી તેને લાગ્યું કે ફસાઈ ગઈ છે પાંચેક દિવસ ત્યાં રહી હતી અને તે દરમિયાન ચીક વાઇલ્ડ લાઈફ વોર્ડન શ્રીવાસ્તવને જાણ થઈ પછી તેને ત્યાંથી પકડીને રાજુલા પંથકમાં પહોંચાડવાનું નક્કી થયું હતું. ડૉ. રૂપાપરા અને ડૉ. કાચાના જણાવ્યા અનુસાર બચ્ચાને બચાવી રાખવા માટે મારણ કર્યા પછી પણ સિહણ ત્યાં વધારે રોકાતી નહોતી અને ચાલતી સ્ત્રી હતી. સામાન્ય રીતે મારણ કર્યા પછી એક કે બે દિવસ સિંહ ત્યાં રહી જાતા હોય છે પરિમાણ નથવાણી કહે છે, સિહોને રાજુલા પંથકમાં માફક આવી ગયું છે અને આ સિહણ પર ત્યાં સલામત રહી શકાશે તેમ સમજીને આટલી લાંબી સફરે નીકળી પડી હતી એ પણ કુદરતની એક કમાલ છે..

આ  પણ  વાંચો - રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી મોટી આગાહી

Tags :
Advertisement

.