Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Income Tax: ચાની લારી ચલાવતા ચાવાળાને આયકર વિભાગે કરોડોની નોટીસ ફટકારી

Income Tax: જે વ્યક્તિની આવક રૂપિયાની હોય અને તેને Income Tax Department દ્વારા કરોડો રૂપિયાની નોટીસ ફટકારવામાં આવે તો શું થાય! ત્યારે આવો જ એક કિસ્સો દેશમાંથી સામે આવ્યો છે. આ ઘટનાના ગુજરાતના પાટણ જિલ્લામાં બની છે. તેના કારણે તેમને...
09:27 PM May 21, 2024 IST | Aviraj Bagda
income tax department

Income Tax: જે વ્યક્તિની આવક રૂપિયાની હોય અને તેને Income Tax Department દ્વારા કરોડો રૂપિયાની નોટીસ ફટકારવામાં આવે તો શું થાય! ત્યારે આવો જ એક કિસ્સો દેશમાંથી સામે આવ્યો છે. આ ઘટનાના ગુજરાતના પાટણ જિલ્લામાં બની છે. તેના કારણે તેમને પોલીસ સ્ટેશન અને કોર્ટમાં ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે.

એક અહેવાલ અનુસાર, ગુજરાતના પાટણમાં આવેલા નવાગંજમાં આવેલા બજારમાં એક ચા વેચવાવાળો કામ કરતો હતો. ત્યારે આ ચાવાળાની ઓળખાળ બાજારમાં અવાર-નવાર આવતા અલ્પેશ અને વિપુલ પટેલ સાથે થઈ હતી. આ બંને વ્યક્તિઓ ચા વાળાને ત્યાં અવાર-નવાર ચા પીવા આવતા હતા. ત્યારે આ ચાવાળાએ તેના પાનકાર્ડને તેના બેંક એકાઉન્ટ સાથે લિંક કરવા માટે મદદ માગી હતી.

Income Tax Department એ 49 કરોડની નોટીસ ફટકારી

ત્યારે તેણે તેના આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે બેંક એકાઉન્ટ નંબપ પટેલ ભાઈઓને આપ્યો હતો. ત્યારબાદ એકવાર તેની પાસે અમુક કાગળો પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને પાનકાર્ડ અને આધારકાર્ડ પાછા મળી ગયા હતા. તો વર્ષ 2023 સુધી બધુ સરસ ચાલી રહ્યું હતું. પરંતુ ઓગસ્ટ 2023 માં આયરકર વિભાગ દ્વારા તેમને 49 કરોડની નોટીસ ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચો: Burglary Crime: મહિલાઓ ચૂડીદાર વસ્ત્રો સાચવીને રાખજો, ચોરી કરવા ચોરોનો નવો કીમિયો

પાનકાર્ડના આધારે વિવિધ ખાતા ખોલાવ્યા

ત્યારે આ નોટીસ અંગ્રેજીમાં હોવાને કારણે તેમણે આ નોટીસ એક વકીલ પાસે વંચાવી હતી. ત્યારે તે વકીલે જણાવ્યું હતું કે, વર્ષ 2014-16 સુધી ગેરરીતે નાણાંની લેણદેણ કરવામાં આવે છે. જોકે ત્યારે ચાવાળા તેના બેંક પાસબુકની પ્રિંટ કરવી હતી. પરંતુ તેમાં એવું કંઈ સામે આવ્યું ન હતું. ત્યારે તેમણે જમાવ્યું કે, તેમના નામ પર બેંકમાં હજું એક ખાતું છે. જોકે તેમના પાનકાર્ડના આધારે બેંકની અંદર એક કરતા વધારે ખાતા હતા.

આ પણ વાંચો: UP ના એક પોલીંગ બૂથ પર 8 વખત મતદાન કરનારની ધરપકડ, સમગ્ર પોલીંગ પાર્ટી પણ સસ્પેન્ડ… Video

ચાવાળાએ પટેલ ભાઈઓ પર આરોપ લગાવ્યા

ત્યારે તેમણે સૌ પ્રથમ આ મામલાને લઈને તેમના પટેલ ભાઈબંધો પાસે ગાય હતા. ત્યારે ચાવાળાને પટેલ ભાઈઓ દ્વારા ધમકાવવામાં આવ્યો હતો. અને તેને કીધુ હતું કે જો આ મામલે કોઈને જાણ કરશે તો તેને મારી નાખશે. ત્યારે તેમણે કંટાળીને પોલીસને જાણ કરી હતી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. ત્યારે ચાવાળાએ પટેલ ભાઈઓ પર આરોપ લગાવ્યા છે.

આ પણ વાંચો: Pune Road Accident : પુણેના ચકચારી હિટ એન્ડ રન કેસમાં આરોપી સગીરના પિતાની પોલીસે કરી ધરપકડ

Tags :
ChaiwalaGujaratIncome TaxINCOME TAX DEPARTMENTPatan
Next Article