ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Teachers Protest: રાજ્યમાં શિક્ષકો દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ કાળી પટ્ટી અને વસ્ત્રો પહેરી વિરોધ પ્રદર્શન

Teachers Protest: સમગ્ર રાજયના કર્મચારીઓ જુની પેન્શન (Pension Scheme) તેમજ પડતર માંગણીઓ અંગે વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજરોજ સરકારી કર્મચારીઓ તેમજ શિક્ષકો (Teachers Protest) એ કાળા કપડા (Black) પહેરી ફરજ બજાવી વિરોધ પ્રદર્શન કર્યા હતા. રાજ્ય શિક્ષક સંઘ વિરૂધ...
09:20 PM Feb 16, 2024 IST | Aviraj Bagda
Protest by teachers in the state against the state government wearing black band and garb

Teachers Protest: સમગ્ર રાજયના કર્મચારીઓ જુની પેન્શન (Pension Scheme) તેમજ પડતર માંગણીઓ અંગે વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજરોજ સરકારી કર્મચારીઓ તેમજ શિક્ષકો (Teachers Protest) એ કાળા કપડા (Black) પહેરી ફરજ બજાવી વિરોધ પ્રદર્શન કર્યા હતા.

રાજ્ય શિક્ષક સંઘ વિરૂધ આંદોલન જારી

ગુજરાત રાજય કર્મચારી મંડળ દ્વારા સમગ્ર રાજયમાં જુની પેન્શન યોજના (Pension Scheme) પુન: શરૂ કરવા મુહિમ હાથ ધરવામાં આવી છે. તે સહિત તા. 1-4-2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને GPF અને જુની પેન્શન (Pension Scheme) યોજનાનો લાભ આપવો, કેન્દ્રના ધોરણે 7 માં પગારપંચના બાકી ભથ્થા, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ 25 ટકા, ઘર ભાડાભથ્થુ 50 ટકાની માંગણી કરી હતી. તેમ છતા કોઇ નિરાકરણ ન આવતા DLR કચેરી, મામલતદાર કચેરી, શિક્ષકો સહિત અન્ય સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કાળા કપડા પહેરી વિરોધ દર્શાવ્યો હતો.

Teachers Protest

વર્ષોથી શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવ્યું

તલોદ તાલુકાના પ્રાથમિક શિક્ષકો (Teachers Protest) દ્વારા કાળી પટ્ટી ધારણ કરી હતી. આ અંગે તાલુકા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ બિપીનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે શિક્ષકો (Teachers Protest) ના પડતર પ્રશ્નો જેવાકે જૂની પેન્શન યોજનાને લાગુ કરવા તેમજ વર્ષોથી શિક્ષકોના વિવિદ્ય પડતર પ્રશ્નોનુ કોઈ નિરાકરણ આવતુ નથી. જેનાથી શિક્ષકોને અન્યાય (Injustice) થઈ રહ્યો છે.

રાજ્ય સરકારની શિક્ષકો પ્રત્યે ઉદાસીનતા

શિક્ષકનું કામ દેશની યુવા પેઢીનુ ઘડતર કરવાનું છે. જ્યારે સરકાર યુવા પેઢીને સંસ્કારનું સિંચન કરનાર શિક્ષકો (Teachers Protest) ના પડતર પ્રશ્નો અંગે ઉદાસીનતા દાખવી રહી છે. જેથી તલોદ તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા રાજ્ય શિક્ષક સંઘના આદેશ અનુસાર કાળી પટ્ટી ધારણ કરી (Black) અને કાળા વસ્ત્રો (Black) પહેરી શિક્ષણ કાર્ય કરવાનો અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ખેડબ્રહ્મામાં પણ શિક્ષકોએ કર્યો વિરોધ

ખેડબ્રહ્મા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોએ પડતર પ્રશ્નો અંગે ફરી આંદોલન કરી રહ્યા છે. ત્યારે તાલુકા ફરજ બજાવતા શિક્ષકો (Teachers Protest) એ કાળા કપડા પહેરી અમારી માંગો પુરી કરોના સુત્રોચ્ચાર સાથે વિરોધ વ્યકત કર્યો હતો.

અહેવાલ યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો: Science Camp: સાયન્સ સિટીમાં ગુજકોસ્ટના સહયોગથી 4 દિવસીય STI R&D કેમ્પનો પ્રારંભ

Tags :
BlackBlack OutfitGujaratGujaratFirstinjusticejusticepensionpension schemeProtestRiotsTeachersTeachers Protestteachers union
Next Article