Tapi : દીપડાનો શિકાર કરી અંગોની ખરીદ વેચાણ મામલે વધુ 2 ઝડપાયા, પૂછપરછમાં થયો મોટો ખુલાસો!
તાપીમાં (Tapi) સોનગઢ વનવિભાગની ટીમે ગઈકાલે મોટી કાર્યવાહી કરીને દીપડાના અંગ સાથે 4 ઇસમોની ધરપકડ કરી હતી. ત્યારે આજે વધુ બે લોકોની ધરપકડ કરી આ કેસમાં અત્યાર સુધી કુલ 6 લોકોને ઝડપી લેવાયા છે. ઝડપાયેલા આરોપીઓ દીપડાનો શિકાર કરીને તેના અંગની ખરીદ વેચાણ કરતા હતા. આ મામલે વન વિભાગ (forest department) અને ફોરેસ્ટ પોલીસ દ્વારા કાર્યવાહી કરી આરોપીઓ પાસેથી દીપડાના (leopard) પગ, દાંત અને પૂછડી કબ્જે કર્યા છે.
વધુ બે લોકોની ધરપકડ, દીપડાના દાંત-પૂંછડી કબજે કર્યાં
તાપી (Tapi) જિલ્લાના સોનગઢ (Songard) તાલુકાના વન વિભાગને બાતમી મળી હતી કે, કેટલાક લોકો દીપડાનો શિકાર કરી તેના અંગોની ખરીદ વેચાણ કરે છે. આથી વન વિભાગની ટીમે (forest department) ફોરેસ્ટ પોલીસ સાથે મળીને ગઈકાલે મલંગદેવ રેન્જમાંથી 4 ઇસમોને દીપડાના અંગો સાથે ઝડપી લીધા હતા અને તેમની પાસેથી દીપડાના બે પગ કબજે કર્યા હતા. જ્યારે, આજે આ કેસમાં વન વિભાગની ટીમે વધુ બે આરોપીની અટક કરી દીપડાની પૂછડી તેમ જ દીપડાનાં દાત કબજે કર્યા છે.
દીપડાના અંગોનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે કરતા
વન વિભાગની પ્રાથમિક તપાસમાં તમામ આરોપીઓ તાપી (Tapi) અને ડાંગ (Dang) જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ દીપડાના અંગનો ઉપયોગ આંકડા રૂપી જુગાર રમવા તેમ જ તાંત્રિક વિધિમાં ઉપયોગ માટે કરતા હતા. જ્યારે દીપડાને (leopard) પકડવા માટે આરોપીઓ દીપડાની હલચલ પર નજર રાખી જંગલ વિસ્તારમાં એક જાળ બનાવી મૂકી રાખતા હતા. માહિતી મુજબ, તમામ પકડાયેલ 6 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાલ, તાપી જિલ્લામાં દીપડાની સંખ્યા 100 ની આસપાસ હોવાનું ડી.એ.ફો એ જણાવ્યું.
આ પણ વાંચો - Tapi : દીપડાનો શિકાર કરી અંગોની ખરીદ વેચાણ કરતા 4 ઝડાપાયા, તપાસમાં મોટા ખુલાસા થવાની વકી!
આ પણ વાંચો - Bharuch Police Raid: ભરૂચના ગામની સીમમાંથી કતલખાનું ગૌ-માસ અને જીવતી ગાય સાથે ઝડપાયું
આ પણ વાંચો - VADODARA : સોની પરિવારને વ્યાજના વિષચક્રમાં ફસાવનાર ચાર ઝબ્બે