Tapi : RTI એક્ટિવિસ્ટની હત્યા મામલે બે આરોપીની ધરપકડ, જમીન વેચવા બાબતે કરાઈ હત્યા!
તાપીના (Tapi) વાલોડ તાલુકાના કુંભિયા ગામેથી (Kumbhia village) RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકરની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. આ સમગ્ર મામલે વાલોડ પોલીસે (Valod police) ગણતરીના કલાકોમાં જ બે આરોપી ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, જમીન વેચવા બાબતે વાત કરતા મૃતક દ્વારા જમીન નહિ વેચવાનું કહેતા મૃતકના સબંધી અને તેના મિત્રે મૃતકનું ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
તાપી (Tapi) જિલ્લાના વાલોડ તાલુકાના કુંભિયા ગામના (Kumbhia village) રહેવાસી અને RTI એક્ટિવિસ્ટ (RTI activist) અને સામાજિક કાર્યકર સુધીર ચૌધરીની (Sudhir Chaudhary) ગળું દબાવી હત્યા કરેલી લાશ ગામ નજીક અવાવરું જગ્યા પર મળી આવી હતી. આ અંગેની જાણ સ્થાનિક લોકોને થતાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર બનાવની જાણ વાલોડ પોલીસને (Valod police) થતા પોલીસે લાશનો કબજો મેળવી પીએમની કાર્યવાહી હાથ ધરી મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે ગુનો નોંધી વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
જમીન વેચવા માટે મનાઈ કરતા હત્યા કરાઈ
આ સમગ્ર મામલે પોલીસે વિવિધ ટીમ બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. પૂરવાને આધારે આ સમગ્ર હત્યા પ્રકરણમાં બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે, આ હત્યા કેમ કરવામાં આવી હતી તેનું કારણ અત્યાર સુધી અકબંધ હતું. પરંતુ, આરોપીઓની પૂછપરછમાં તેનો ખુલાસો થયો છે. મૃતક અને આરોપીઓ સાથે બેઠા હતા ત્યારે આરોપી વિકાસ ચૌધરી (Vikas Choudhary) દ્વારા જમીન વેચવાની વાત કરવામાં આવી હતી. પરંતુ, મૃતક સુધીરભાઈએ જમીન વેચવાનું ના પાડી દેતા વિકાસ ચૌધરી ત્યાંથી નીકળી ગયો હતો અને સબંધી જયેશ ચૌધરી (Jayesh Choudhary) ગમછા વડે મૃતકનું ગળું દબાવી દઈ હત્યા કરી હતી. બાદમાં મિત્ર વિકાસ ચૌધરીને બોલાવી લાશને અવાવરૂં જગ્યા પર મૂકી નાસી છૂટયા હતા. પરંતુ, વાલોડ પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Tapi : RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકરની હત્યા, મૃતદેહ ઝાડી ઝાંખરામાં ફેંકી હત્યારાઓ ફરાર!
આ પણ વાંચો - Jamnagar: રાજપાર્ક વિસ્તારમાં 12 વર્ષની બાળકીની છરી ના ઘા ઝીંકી કરપીણ હત્યા
આ પણ વાંચો - Surat : ” મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી”