Tapi : રાજયમંત્રી કુંવરજી હળપતિએ 117 વર્ષ જૂની શાળાના 80 લાખના ખર્ચે બનેલ નવા ભવનનું લોકાર્પણ કર્યું
Tapi : શિક્ષા અભિયાન અંતર્ગત (Sarva Shiksha Abhiyan) રૂ. 80 લાખના ખર્ચે સિંગપુર ગામની 117 વર્ષ જૂની પ્રાથમિક શાળાના 6 ઓરડાં માટે નવા ભવનનું રાજયનાં આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજયમંત્રી કુંવરજી હળપતિના (Kunvarji Halapati) હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સારામાં સારી સગવડ પ્રાપ્ત થાય એ માટે સરકાર દ્વારા પુરતી કાળજી લેવામાં આવી રહી છે. ત્યારે, તાપી જિલ્લાના (Tapi ) સોનગઢ તાલુકાના સિંગપુર (Singpur) ખાતે 1907 ની સાલની પ્રાથમિક શાળાનાં નવા ભવન માટે પણ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અદ્યતન સુવિધાઓથી સજ્જ રૂ. 80 લાખના ખર્ચે બનેલ નવા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજી હળપતિએ લોકાર્પણ કરી ખુલ્લું મુકયું હતું.
સમગ્ર શિક્ષા અભિયાન (Sarva Shiksha Abhiyan) અંતર્ગત બનાવવામાં આવેલા આ ભવન ગ્રાઉન્ડ પ્લસ ટૂની તર્જ પર બનાવવામાં આવ્યું છે. આ ભવનમાં ગ્રાઉન્ડ ફલોર પર ૨, પ્રથમ માળે ૨ અને બીજા માળે ૨ એમ કુલ છ ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રેમ્પ અને ફાયર સેફટીની પણ પૂરતી સગવડ કરવામાં આવી છે. રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિ (Kunvarji Halapati) અને અન્ય મહાનુભાવોએ નાની ખેરવાણ ખાતે રૂ. 9 લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડીનું પણ લોકાર્પણ કર્યું હતું.
અહેવાલ : અક્ષય ભદાણે, તાપી
આ પણ વાંચો - VADODARA : 5 વર્ષમાં 7,211 છાત્રોએ ખાનગી છોડી સરકારી શાળામાં લીધો પ્રવેશ
આ પણ વાંચો - Raod Accident : અમદાવાદ-લીંબડી હાઇવે પર ટ્રક ડમ્પર પાછળ ઘૂસી જતાં લાગી ભયંકર આગ, 2 નાં મોત
આ પણ વાંચો - Ahmedabad : મણિનગરમાંથી રૂ.5 લાખની કિંમતનાં MD ડ્રગ્સનાં જથ્થા સાથે એક ઝડપાયો