Tapi : દીપડાનો શિકાર કરી અંગોની ખરીદ વેચાણ કરતા 4 ઝડાપાયા, તપાસમાં મોટા ખુલાસા થવાની વકી!
તાપીમાં (Tapi) સોનગઢ વનવિભાગની ટીમે મોટી કાર્યવાહી કરી છે. વનવિભાગની ટીમે દીપડાના અંગ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. માહિતી મુજબ, આરોપીઓ દીપડાનો શિકાર કરીને તેના અંગની ખરીદ વેચાણ કરતા હતા. આ મામલે વન વિભાગ અને ફોરેસ્ટ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ચાર ઇસમો દીપડાના અંગ સાથે ઝડપાયા
તાપી (Tapi) જિલ્લાના સોનગઢ (Songard) તાલુકાના વન વિભાગને બાતમી મળી હતી કે, કેટલાક લોકો દીપડાનો શિકાર કરી તેના અંગોની ખરીદ વેચાણ કરે છે. આથી વન વિભાગની ટીમે ( forest department) ફોરેસ્ટ પોલીસ સાથે મળીને મલંગદેવ રેન્જમાં વોચ ગોઠવી હતી. દરમિયાન, વન વિભાગની ટીમે ચાર ઇસમોને દીપડાના અંગો સાથે ઝડપી પાડ્યા હતા. વન વિભાગની ટીમે આરોપીઓ પાસેથી દીપડાના બે પગ કબજે કર્યા હતા. જ્યારે અન્ય અંગોની તપાસ હાથ ધરી હતી.
વિવિધ દિશામાં તપાસ હાથ ધરાઈ
આ મામલે વન વિભાગની ટીમ અને ફોરેસ્ટ પોલીસે (Forest Police) આરોપીઓ સામે દીપડાનો (leopard) શિકાર કરી અવયવની ખરીદ-વેચાણ કરવાનો ગુનો દાખલ કર્યો હતો. સાથે જ આરોપીઓ દીપડાનો શિકાર કઈ રીતે કરતા હતા અને અન્ય અવયવ ક્યાં છે ? આરોપીઓ અંગોને કોને અને કયાં વેચતા હતા ? સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે. આ મામલે આગળની તપાસમાં કેટલાક મોટા અને ચોંકાવનારા ખુલાસા થાય અને મોટા રેકેટનો પર્દાફાશ થાવ તેવી વન વિભાગની ટીમને આશંકા છે.
આ પણ વાંચો - Surendranagar : હચમચાવે એવી ઘટના..! માત્ર 3 માસની બાળકીને ભુવાએ દીધા અગરબત્તીના ડામ, થયું મોત
આ પણ વાંચો - Amreli : રાજુલાના પીપાવાવ પોર્ટમાં વનકર્મી પર ખૂંખાર સિંહનો જીવલેણ હુમલો
આ પણ વાંચો - Junagadh : વંથલીથી દીપડાનાં 2 બચ્ચાનું કરાયું રેસ્ક્યું