Surendranagar Infrastructure: જિલ્લામાં અનેક જર્જરિત ઈમારતો અને મકાન, નાગરિકો પરિવહન કરતા ડરી રહ્યા
Surendranagar Infrastructure: સમગ્ર રાજ્યમાં દિનપ્રતિદિન જર્જરિત Building તેમજ Home ધરાશાયી થવાના બનાવો સતત વધી રહ્યા છે. સુરેન્દ્રનગર (Surendranagar) અને વઢવાણ શહેરી વિસ્તારમાં અનેક જર્જરિત ઈમારતો હાલ પડવાના આરે ઉભી છે. ત્યારે આ ઈમારતો ગમે ત્યારે પડી શકે છે અને આ ઘટનમાં મોટી જાનહાનિ પણ થઈ શકે છે. ત્યારે સ્થાનિકો દ્વારા તંત્ર સામે આવી Building નું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે.
- સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં અનેક જર્જરિત ઈમારતો
- અંદાજે ૩૦ થી વધુ ઈમારતો તેમજ મકાનો જર્જરિત હાલતમાં
- વાહનચાલકો, રાહદારીઓ અને દુકાનદારોમાં ભયનો માહોલ
તેથી સુરેન્દ્રનગર (Surendranagar) સંયુક્ત પાલિકાના સુરેન્દ્રનગર (Surendranagar) અને વઢવાણ શહેરી વિસ્તારમાં અનેક Building અને વર્ષો જૂના મકાનોની હાલત કફોડી બની છે. તેમજ શહેરમાં આવેલ સરકારી નર્મદા ક્વાર્ટર, 60 Collector, District Collector કચેરી પાછળ આવેલ અલગ અલગ Government Quarters હાલ જર્જરિત હાલતમાં છે. તેને લઈને સ્થાનિકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે.
Surendranagar Infrastructure
અંદાજે ૩૦ થી વધુ ઈમારતો તેમજ મકાનો જર્જરિત હાલતમાં
તો બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા આ Building અને Home નું નિરક્ષણ કરી માત્ર ચેતવણી આપીને સંતોષ માની લીધો હતો. નીર્ધારિત કરેલા વિસ્તારમાં ખાનગી મકાનો સહિત સરકારી પાકા મકાનો અને Building જર્જરિત અવસ્થામાં થઈ ગયા છે. તેના કારણે મોટી જાનહાનિ થઈ શકે છે. ઉપરાંત શહેરના જવાહર રોડ, માઈમંદિર રોડ, બાલા હનુમાન રોડ, કૃષ્ણનગર, ટાંકી ચોક સહિતના અનેક વિસ્તારોમાં અંદાજે ૩૦ થી વધુ Building તેમજ મકાનો જર્જરિત હાલતમાં છે.
વાહનચાલકો, રાહદારીઓ અને દુકાનદારોમાં ભયનો માહોલ
આવી જર્જરિત Building પાસેથી દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો સહિત રાહદારીઓ પસાર થાય છે. આથી આવી ભયજનક જર્જરિત Building પણ ગમે ત્યારે પડી જવાથી મોટી જાનહાનિ થવાનો ભય સેવાઈ રહ્યો છે. વાહનચાલકો તેમજ રાહદારી અને દુકાનદારો આવી અનેક ભયજનક ઈમારતોથી ડર અનુભવી રહ્યા છે. આથી કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થાય તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક આવી જર્જરિત Building ઉતારી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Hit And Run Case: સિંધુભવન રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતનો આરોપી ઝડપાયો