Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surendranagar : ગેરકાયદેસર ખનનમાં બ્લાસ્ટ બાદ ગેસ ગળતરથી 3 શ્રમિકોનાં મોત

સુરેન્દ્રનગરમાં (Surendranagar) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. ગેરકાયદેસરના ખનનમાં ત્રણ લોકોનાં જીવ ગયા છે. મૂળી તાલુકાના ભેટ ગામમાં ગેરકાયદે ચાલતું કાર્બોસેલના ખનનમાં બ્લાસ્ટ બાદ ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ ત્રણેય...
surendranagar   ગેરકાયદેસર ખનનમાં બ્લાસ્ટ બાદ ગેસ ગળતરથી 3 શ્રમિકોનાં મોત

સુરેન્દ્રનગરમાં (Surendranagar) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. ગેરકાયદેસરના ખનનમાં ત્રણ લોકોનાં જીવ ગયા છે. મૂળી તાલુકાના ભેટ ગામમાં ગેરકાયદે ચાલતું કાર્બોસેલના ખનનમાં બ્લાસ્ટ બાદ ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ ત્રણેય મૃતક શ્રમિકો ઉડવી, વીજળીયા, અને સાંગ્ધ્રાનાં રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે મૂળી પોલીસે (Moodi Police) તપાસ હાથ ધરી છે. આ કોલસાની ખાણ રાજકીય આગેવાનની હોવાની પણ ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

ગેરકાયદે ખનનમાં ગૅસ ગળતરથી ત્રણ શ્રમિકોનાં મોત

સુરેન્દ્રનગરનાં (Surendranagar) મૂળી તાલુકાના ભેટ ગામમાં એક ગોઝારી દુર્ઘટના ઘટી છે. અહેવાલ મુજબ, અહીં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન (Illegal Mining of Carbocell) કરવામાં આવી રહ્યું છે. આથી, ખનન દરમિયાન બ્લાસ્ટ થતાં ગૅસ ગળતરથી ત્રણ શ્રમિકોનાં મોત નિપજયાં છે. આ મૃતક શ્રમિકો અલગ-અલગ વિસ્તાર ઉડવી, વીજળીયા અને સાંગ્ધ્રા ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે ઘટનાની જાણ થતા મૂળી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

Advertisement

કોલસાની ખાણ રાજકીય આગેવાનની હોવાની ચર્ચા

પોલીસે ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, કોલસાની ખાણમાં (Cool Mining) બ્લાસ્ટ બાદ ગેસ ગળતર થતાં ગૂંગળામણથી અંદર કામ કરી રહેલા ત્રણેય શ્રમિકોનાં મોત નીપજ્યા છે. પોલીસે ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણ અંગે પણ તપાસ હાથ ધરી છે. જ્યારે એવી પણ ચર્ચા છે કે આ ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણ રાજકીય આગેવાનની છે. જો કે, હાલ આ મામલે કોઈ સ્પષ્ટ કે ચોક્કસ માહિતી સામે આવી નથી.

Advertisement

આ પણ વાંચો - ED Raid : રૂ.197 કરોડનાં બેંક ફ્રોડ મામલે અમદાવાદ-રાજકોટમાં ED ની મોટી કાર્યવાહી

આ પણ વાંચો - Ahmedabad : SG હાઇવેના બ્રિજ પર બે કાર ધડાકાભેર અથડાઈ, એક યુવકનું મોત

આ પણ વાંચો - Rain in Gujarat : 24 કલાકમાં માત્ર 77 તાલુકામાં જ વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી

ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.