Surat : ઓલપાડમાં ગઈકાલે બે કિશોરો ગુમ થયા, આજે ભાદોલ ગામે નહેરમાંથી એકનો મૃતદેહ મળ્યો
સુરતના (Surat) ઓલપાડમાં બે કિશોરો ગુમ થવા મામલે મોટા સમાચાર આવ્યા છે. ગુમ કિશોરોમાંથી એક કિશોરનો મૃતદેહ ઓલપાડના ભાદોલ ગામે નહેરમાંથી મળી આવ્યો છે. જ્યારે અન્ય કિશોરની હાલ પણ શોધખોળ કરાઈ રહી છે. કીમ પોલીસે ગુમ જાણવાજોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના (Surat) ઓલપાડમાં (Olpad) મૂળ મધ્ય પ્રદેશના રિવા જિલ્લાનો 13 વર્ષીય કરણ કુશવાહા અને ઉત્તર પ્રદેશનો 15 વર્ષીય સત્યમ મિશ્રા પરિવાર સાથે રહે છે. કુડસદના રણછોડનગર વિસ્તારમાંથી તેમના ગુમ થવાની ફરિયાદ ગઈકાલે બપોરે કીમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે તપાસ કરતા ગઈકાલે રાત્રે માંગરોળ તાલુકાના પિપોદ્રા ગામ (Pipodra village) પાસેથી પસાર થતી નહેર પાસેથી બંનેના કપડાં અને ચપ્પલ મળી આવ્યા હતા. જ્યારે આજે 20 કિલોમીટર દૂર ઓલપાડના ભાદોલ ગામે નહેરમાંથી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે.
અન્ય યુવકની હાલ પણ શોધખોળ
જ્યારે અન્ય યુવકની હાલ પણ શોધખોળ કરાઈ રહી છે. બાળકો નહેર પાસે કેવી રીતે પહોંચ્યા અને એક બાળકનું મોત કેવી રીતે થયું તે અંગેની તપાસ હાલ કીમ પોલીસે હાથ ધરી છે. કીમ પોલીસે (Keem police) ગુમ જાણવાજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માસૂમ બાળકના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ છે.
આ પણ વાંચો - Surat : ‘વાસ્તુદોષ દૂર કરાવા વિધિ કરવી પડશે, નહીંતર પતિ મરી જશે’ કહી ભૂવાએ પરિણીતા સાથે 4 વખત દુષ્કર્મ આચર્યું
આ પણ વાંચો - BHARUCH : ઇન્સ્ટાગ્રામે તો હદ કરી, સગીર યુવતીને યુવકે ભગાડી..
આ પણ વાંચો - VADODARA : જે પોલીસ મથકમાં જવાનોએ ફરજ બજાવી, ત્યાં આરોપી બન્યા
ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ