Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : મળસ્કે મોઢે રૂમાલ બાંધી આવેલા બે શખ્સે છરી મારી બુટલેગરની હત્યા કરી, ઘટના CCTV માં કેદ

સુરતમાં (Surat) કાયદો-વ્યવસ્થા સતત કથળી રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કારણે કે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. છેલ્લા 4 દિવસમાં હત્યાની આ આઠમી ઘટના છે. વહેલી સવારે શહેરના વેસુ (Vesu) વિસ્તારમાં એક બુટલેગરની મોઢે રૂમાલ...
12:32 PM Apr 05, 2024 IST | Vipul Sen

સુરતમાં (Surat) કાયદો-વ્યવસ્થા સતત કથળી રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કારણે કે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. છેલ્લા 4 દિવસમાં હત્યાની આ આઠમી ઘટના છે. વહેલી સવારે શહેરના વેસુ (Vesu) વિસ્તારમાં એક બુટલેગરની મોઢે રૂમાલ બાંધીને આવેલા બે શખ્સે છરીના ઉપરાછાપરી ઘા મારીને હત્યા નીપજાવી હતી અને પછી બંને ત્યાંથી ફરાર થયા હતા. હચમચાવે એવી હત્યાની આ ઘટના વિસ્તારમાં લાગેલા CCTV ફૂટેજમાં કેદ થઈ છે. આ મામલે અલથાણ પોલીસે (Althan police) આરોપીઓની ઓળખ કરી તેમની સામે ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ઘમઘમાટ

પોલીસ કમિશનર વગરના શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતામાં (Surat) છેલ્લા 4 દિવસમાં હત્યાની આઠમી ઘટના ઘટી છે. આજે વહેલી સવારે 7 વાગ્યે શહેરના વેસુ વિસ્તારના આભવા રોડ (Abhawa Road) પર આવેલ શોપિંગ કોમ્પ્લેક્સ નજીક આવેલી એક નાસ્તાની દુકાન પર નાનીયો પટેલ નામના બુટલેગર બેઠો હતો. ત્યારે બે શખ્સ મોઢે રૂમાલ બાંધીને ત્યાં આવ્યા હતા અને નાનીયો પટેલ પર છરીના ઉપરાછાપરી ઘા મારીને હત્યા નીપજાવી હતી. હત્યા કરી બંને આરોપી ત્યાંથી ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ઘમઘમાટ

આરોપીઓની ઓળખ કરાઈ, હત્યાનું કારણ અકબંધ

ઘટનાની જાણ થતા અલથાણ પોલીસ (Althan police) સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, બુટલેગર નાનુ ઉર્ફે નાનીયો પટેલની હત્યા ડીંડોલી (Dindoli) વિસ્તારમાં રહેતા પ્રદીપ શુક્લા અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવી છે. જો કે, હત્યા કયાં કારણોસર કરવામાં આવી તે દિશામાં તપાસ હાલ ચાલુ છે. મૃતક નાનીયો પટેલ વિરુદ્ધ અગાઉ અનેક પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ (Prohibition Act) હેઠળ ગુના નોંધાયેલા છે. પોલીસે મૃતકની લાશને પીએમ માટે મોકલી આરોપીઓને પકડવા તજવીજ હાથધરી છે.

આ પણ વાંચો - Gondal Accident : મોડીરાત્રે કમઢીયા ગામ પાસે ગોઝારો અકસ્માત, બાઈકસવાર બે મિત્રનાં મોત

આ પણ વાંચો - VADODARA : ઓનલાઇન જુગારની લતે ઘરમાં આર્થિક તંગી સર્જાઇ

આ પણ વાંચો - SURAT : અનૈતિક સંબંધોનો આવ્યો કરુણ અંત, પતિને રસ્તામાંથી હટાવવા કરી હત્યા

Tags :
Abhawa RoadAlthan policeCctv FootageCrime NewsDindoli areaGujarat FirstGujarati NewsMurderNanyo PatelProhibition ActSuratVesu
Next Article