Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : આજે સ્થાયી સમિતિ SMC નું બજેટ રજૂ કરાશે

Surat : સુરત (Surat )મહાનગર પાલિકાનું (SMC) વર્ષ 2024-25 માટેનું ડ્રાફ્ટ બજેટ (Budget) આજે સ્થાયી સમિતિમાં રજૂ કરાશે . દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 સિટી બન્યા બાદ હવે સુરત શહેરના વિકાસમાટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. ચાલુ...
surat   આજે સ્થાયી સમિતિ smc નું બજેટ રજૂ કરાશે

Surat : સુરત (Surat )મહાનગર પાલિકાનું (SMC) વર્ષ 2024-25 માટેનું ડ્રાફ્ટ બજેટ (Budget) આજે સ્થાયી સમિતિમાં રજૂ કરાશે . દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 સિટી બન્યા બાદ હવે સુરત શહેરના વિકાસમાટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. ચાલુ વર્ષમાં રૂપિયા 4 હજાર કરોડથી વધુની રકમની જોગવાઈ કરવામાં આવી છે. પહેલીવાર 8 હજાર કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. સુરત મહાનગર પાલિકા કમિશ્નરે વર્ષ 2024-25 માટે 8718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું . બે દિવસની ચર્ચા -વિચારણા બાદ અને સુધારા સાથે રજૂ કરાશે. જેમાં રૂ 200 કરોડના વધારા સાથે ડ્રાફ્ટ બજેટ રજુ કરાઇ તેવી શક્યતા.

Advertisement

Advertisement

સુરત શહેરના વિકાસ કાર્યો માટે રૂપિયા 4121 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. પાલિકાના કમિશનરને જાહેર કર્યું કે, આ વર્ષે પહેલી વખત સુરત મહાનગર પાલિકાની રેવન્યું આવક 5000 કરોડને પાર કરશે. અંદાજ અનુસાર રેવન્યુ આવક 5025 કરોડ થશે જ્યારે રેવન્યુ ખર્ચ 4597 કરોડ પર પહોંચશે.

Advertisement

પાલિકા કમિશનરે આ બજેટને વિકાસ લક્ષી ગણાવ્યું હતું. આગામી દિવસોમાં સુરતના વિકાસ માટે પહેલીવાર ચાર હજાર કરોડ થી વધુની જોગવાઈ કરી છે. આગામી વર્ષ લોકસભાની ચુંટણીનું હોવાથી અંદાજ પ્રમાણે વેરામાં કોઈ પ્રકારનો વધારો જાહેર કરવામાં આવ્યો નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રિજના નિર્માણ માટે 165 કરોડની જોગવાઈ બજેટમાં જાહેર કરવામાં આવી છે.

આ  પણ  વાંચો  - Government Job : સરકારી નોકરીને લઇને મહત્ત્વના સમાચાર, હસમુખ પટેલે સોશિયલ મીડિયા આપી આ માહિતી

Tags :
Advertisement

.