ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SMC : રખડતા ઢોર મામલે સુરત પાલિકા આકરા પાણીએ, 56 હજાર પશુઓમાં લગાવી RIFD ચિપ્સ!

સુરત (SURAT), અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ મોટી સમસ્યા છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) પણ આ મામલે તંત્રને કડક કાર્યવાહી કરવા ઘણી વખત ટકોર કરી છે. ત્યારે સુરતમાં પાલિકા (SMC) દ્વારા રખડતા ઢોર અંગે કડક અને આક્રમક...
09:55 AM Feb 01, 2024 IST | Vipul Sen

સુરત (SURAT), અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ મોટી સમસ્યા છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) પણ આ મામલે તંત્રને કડક કાર્યવાહી કરવા ઘણી વખત ટકોર કરી છે. ત્યારે સુરતમાં પાલિકા (SMC) દ્વારા રખડતા ઢોર અંગે કડક અને આક્રમક વલણ દાખવામાં આવ્યું છે. માહિતી મુજબ, રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે પાલિકા દ્વારા RIFD ચિપ્સ ફિટ કરાઈ છે.

સુરતાં (SURAT) રખડતા ઢોરની સમસ્યાને અંકુશમાં લાવવા માટે પાલિકા (SMC) દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સુરત મનપા દ્વારા રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે RIFD ચિપ્સ (RIFD Chips) ફિટ કરાઈ છે. માહિતી મુજબ, અત્યાર સુધી 56 હજાર પશુઓમાં RIFD ચિપ્સ ફિટ કરાઈ છે. આ ચિપ્સ ફિટ કર્યા બાદ જો રખડતા ઢોર વારંવાર પકડાશે તો તેની જાણ થશે. આ સાથે ઢોર માલિકો સામે પણ આકરાં શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

સુરતમાં અંદાજિત 60 હજાર જેટલા પશુ

માહિતી મુજબ, ચોક્કસ કેસમાં અત્યાર સુધી એક લાખ સુધીનો દંડ વસૂલાયો છે. જણાવી દઈએ કે, સુરતમાં અંદાજિત 60 હજાર જેટલા પશુ છે. અત્યાર સુધીમાં એક કરતાં વધુ વાર રખડતા પકડાયેલા 19 ઢોર પકડી પાડયા છે, જેમાં 16 ઢોર બીજીવાર પકડાયા છે, જયારે 3 ઢોર ત્રીજી વાર પકડાયા છે

 

આ પણ વાંચો - Harani Lake : ‘બોટકાંડ’માં વધુ એક ઝડપાયો, હરણી લેકઝોનની તમામ બોટ લાવ્યો હતો આરોપી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadCattleGujarat FirstGujarat High CourtGujarati NewsRIFD ChipsSMCSuratSurat Municipality
Next Article