Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : ધારુકા કોલેજમાં સ્લેબ થયો ધરાશાયી, બેના મોત

સુરતમાં ધારુકા કોલેજમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે સુરતની ધારુકા કોલેજમાં સ્લેબ ધરાશાયી થતા બે લોકોના મોત થયા હતા જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો. આજે સવારના સમયે ધારુકા કોલેજમાં અચાનક સ્લેબ ધરાશાયી થયો હતો. રિપેરિંગ કામ સમયે સ્લેબ ધરાશાયી...
surat   ધારુકા કોલેજમાં સ્લેબ થયો ધરાશાયી  બેના મોત

સુરતમાં ધારુકા કોલેજમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે સુરતની ધારુકા કોલેજમાં સ્લેબ ધરાશાયી થતા બે લોકોના મોત થયા હતા જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો.

Advertisement

આજે સવારના સમયે ધારુકા કોલેજમાં અચાનક સ્લેબ ધરાશાયી થયો હતો. રિપેરિંગ કામ સમયે સ્લેબ ધરાશાયી થતા કાટમાળમાં ચાર શ્રમિકો દટાયા હતા. જેમાં બે શ્રમિકોના મોત થયા હતા જ્યારે અન્ય શ્રમિકોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે ગયા મહિનામાં પણ સુરતના સચિન જીઆઇડીસીમાં એક કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન દિવાલ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત થયું હતું. સચીન જીઆઈડીસીમાં એક ડાઈંગ - પ્રિન્ટીંગ મિલની પાસે ચાલી રહેલ કન્સ્ટ્રકશનની કામગીરી દરમિયાન દિવાલ ધરાશાયી થતાં બે યુવાનો કાટમાળમાં દટાયા હતા જેમાં એકનું મોત થયું હતું.

Advertisement

આ  પણ  વાંચો -સ્વતંત્રતા દિનના અવસરે સાળંગપુર કષ્ટભંજનદેવ દાદાને તિરંગાનો દિવ્ય શણગાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.