Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : મોડી રાતે ઉધના પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનું સર્ચ ઓપરેશન, તપાસમાં થયો આ ખુલાસો!

સુરતના (Surat) ઉઘના વિસ્તારમાં ગત મોડી રાત્રે ત્રણ સ્થળો પર બોમ્બ પ્લાન્ટ કર્યા હોવાની માહિતી મળતા ઉધના પોલીસ (Udhana police) સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડતો થયો હતો. 3 વિસ્તારમાં બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો મેસેજ મળતા પીઆઇ, એસીપી, ડીસીપી સહિત...
12:05 PM May 12, 2024 IST | Vipul Sen

સુરતના (Surat) ઉઘના વિસ્તારમાં ગત મોડી રાત્રે ત્રણ સ્થળો પર બોમ્બ પ્લાન્ટ કર્યા હોવાની માહિતી મળતા ઉધના પોલીસ (Udhana police) સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડતો થયો હતો. 3 વિસ્તારમાં બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો મેસેજ મળતા પીઆઇ, એસીપી, ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. જો કે, તપાસ કરતા કોઈ ટીખળખોરે આ અફવા ફેલાવી હોવાની માહિતી મળી હતી. આ મામલે પોલીસે તપાસ આદરી ગણતરીના કલાકોમાં જ ટીખળખોરની ધરપકડ કરી છે.

મોડી રાતે પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો હતો ફોન

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતમાં (Surat) ગત મોડી રાતે પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ઉઘના વિસ્તારમાં 3 અલગ અલગ સ્થળો પર બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ કોલ બાદ ઉધના પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને પોલીસની અલગ અલગ ટીમે જે તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. માહિતી મુજબ, મોડી રાતે શરૂ થયેલ તપાસના ઘમઘમાટમાં ઉધના પોલીસ સાથે પીઆઇ (PI), એસીપી (ACP), ડીસીપી (DCP) સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. જો કે, ક્યાયથી પણ બોમ્બ મળ્યો નહોતો.

ગણતરીના કલાકોમાં જ ટીખળખોરની ધરપકડ

ફોન નંબર ટ્રેસ કરી આરોપીને ઝડપ્યો

આ મામલે જ્યારે પોલીસે જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબરને ટ્રેસ કરતા અને વધુ તપાસ હાથ ધરતા જાણ થઈ કે આ માત્ર એક અફવા હતી. આથી, પોલીસે નંબરને ટ્રેસ કરી ટીખળખોરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે ટીખળખોર દ્વારા કંટ્રોલમાં કોલ કરી ત્રણ સ્થળો પર બૉમ્બ પ્લાન્ટ (Bomb rumour) કરાયાની વાત કરાઈ હતી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - ના માનવતા કે, ના કોઈ મમતા! આ તો કેવી માતા? જુઓ આ Video

આ પણ વાંચો - Ahmedabad : નિકોલ PI સામે વધુ એક PSI એ લગાવ્યા ગંભીર આરોપ! ACP ને તપાસના આદેશ

આ પણ વાંચો - Surat Crime Branch: હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર! નેપાળ બોર્ડર નજીકથી વધુ એક આરોપી ઝડપાયો

Tags :
ACPBomb rumourCrime NewsDcpGujarat FirstGujarati NewsPIpolice investigationpranksterSuratUdhana police
Next Article