ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : ગેરેજમાંથી નીકળી યુવક બાઇક પર બેઠો અને અચાનક ઢળી પડ્યો... થયું મોત

સુરતના (Surat) બારડોલીમાંથી એક હચમચાવે એવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. એક ગેરેજ પાસે બાઇક પર જતા યુવકને અચાનક હાર્ટ એટેક (heart attack) આવતા તે ઢળી પડ્યો હતો. ત્યારે નજીક ઉભેલા લોકોએ યુવકને ઊંચકી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જો...
06:21 PM May 21, 2024 IST | Vipul Sen

સુરતના (Surat) બારડોલીમાંથી એક હચમચાવે એવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. એક ગેરેજ પાસે બાઇક પર જતા યુવકને અચાનક હાર્ટ એટેક (heart attack) આવતા તે ઢળી પડ્યો હતો. ત્યારે નજીક ઉભેલા લોકોએ યુવકને ઊંચકી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે, હોસ્પિટલમાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.

યુવક બાઇક રિપેર કરાવવા માટે ગેરેજ આવ્યો હતો

રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે એવી જ એક ઘટના સુરતથી (Surat) સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સુરત જિલ્લાના બારડોલી (Bardoli) તાલુકાના મઢી ગામે આવેલ ગેરેજ પર બાલદા ગામનો યુવક કમલેશ ચૌધરી પોતાની બાઇક રિપેર કરાવવા માટે આવ્યો હતો. બાઇક સર્વિસ થયા બાદ કમલેશ ચૌધરી જ્યારે ઘરે જવા નીકળ્યો હતો ત્યારે બાઇક પર બેસતી વેળાએ તે અચાનક ઢળી પડ્યો હતો. આથી નજીકના લોકોએ કમલેશને ઊંચકી ઇમરજન્સી સર્વિસ એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી હતી અને કમલેશને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

હાર્ટ એટેકથી મોતની ઘટના CCTV માં કેદ

હોસ્પિટલના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. તપાસમાં જાણ થઈ કે કમલેશનું મૃત્યું હાર્ટ એટેકથી (heart attack) થયું છે. હાર્ટ એટેકથી કમલેશ ચૌધરીના મૃત્યુની ઘટના ગેરેજમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. આશાસ્પદ યુવકના મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. માહિતી મુજબ, મૃતક યુવક કમલેશ ચૌધરી GRD તરીકે ફરજ બજાવતો હતો. જણાવી દઈએ કે, ગુજરાતમાં હાર્ટ એટેકથી (heart attack) મોતના કિસ્સાઓમાં સતત વધારો થયો છે. છેલ્લા 2 દિવસમાં અંદાજે 14 જેટલા લોકોના મોત હાર્ટ એટેકથી થયા છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ, માનસિક તણાવ હાર્ટ એટેક માટે જવાબદાર છે. જ્યારે, ગરમીના કારણે બેભાન થવાના કેસોમાં પણ વધારો નોંધાયો છે.

આ પણ વાંચો - Heatwave Guidelines: રૂપિયાના લોભીયોએ માનવતા નેવે મૂકી!

આ પણ વાંચો - Hatkeswar Bridge : બેનરો થકી વિરોધ, કોન્ટ્રાક્ટર ન મળતા બ્રિજ AMC માટે માથાના દુ:ખાવા સમાન!

આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદ એરપોર્ટ પરથી Duplicate passpor સાથે મુસાફર ઝડપાયો

Tags :
BardoliCctv FootageGRDGujarat FirstGujarati Newsheart attack in CCTVKamlesh ChowdhuryMadhi villageSurat
Next Article