Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : પલસાણામાં રમતી વેળાએ વીજ કરંટ લાગતા એક માસૂમનું મોત, એક ગંભીર રીતે દાઝ્યો

સુરતના (Surat) પલસાણામાંથી (Palsana) રુંવાડા ઊભા કરે એવી ઘટના બની છે. પ્લાસ્ટિક સળગાવતી વખતે વીજ કરંટ લાગતા બે માસૂમ બાળક દાઝ્યા હતા. જે પૈકી એક બાળકનું મોત નીપજયું છે જ્યારે અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં...
01:41 PM Feb 13, 2024 IST | Vipul Sen

સુરતના (Surat) પલસાણામાંથી (Palsana) રુંવાડા ઊભા કરે એવી ઘટના બની છે. પ્લાસ્ટિક સળગાવતી વખતે વીજ કરંટ લાગતા બે માસૂમ બાળક દાઝ્યા હતા. જે પૈકી એક બાળકનું મોત નીપજયું છે જ્યારે અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. માહિતી મુજબ, 6 અને 8 વર્ષના બાળક પ્લાસ્ટિક સળગાવતી વેળાએ દાઝ્યા હતા.

ધાબા પર રમતા સમયે મોટરના વાયરથી લાગ્યો કરંટ

સુરતના (Surat) પલસાણામાં (Palsana) જીઆઈડીસી વિસ્તારમાં પ્રવેશ પાર્ક નામની સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં 6 વર્ષ અને 8 વર્ષના બાળક અંકુશ અને કૃષ્ણા ઘરના ધાબા પર રમી રહ્યા હતા. દરમિયાન, તેમણે ત્યાં પડેલી એક મોટરના વાયરથી પ્લાસ્ટિક સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પ્લાસ્ટિક ઊડીને મોટરના સિલિંગ સાથે અડી ગયું હતું. સિલિંગમાંથી પસાર થતો વીજ કરંટ બંને બાળકોને લાગ્યો હતો.

બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ

કરંટ લાગતાની સાથે જ બંને બાળકો ગંભીરરીતે દાઝ્યા હતા અને બૂમાબૂમ કરી હતી. આથી પરિવાર સહિત આજુબાજુના લોકો પણ ત્યાં પહોંચ્યા હતા અને બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માહિતી મુજબ, સારવાર દરમિયાન અંકુશનું મોત નીપજ્યું હતું. જ્યારે કૃષ્ણા ગંભીર રીતે દાઝ્યો હોવાથી તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટનાથી વિસ્તારમાં ગમગીની છવાઈ છે. ત્યારે માસૂમ બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

 

આ પણ વાંચો - Gujarat Assembly : સરકારને ઘેરવા વિપક્ષનો પ્રયાસ, હાર્ટ એટેક, દેવું અને સરકારી ભરતી અંગે પૂછ્યા સવાલ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GIDCGujarat FirstGujarati NewsPalsanaPravesh ParkSuratSurat Civil Hospital
Next Article