Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat murder: હાથ કાપનાર સહિત બેની ધરપકડ, ચાર આરોપી ફરાર

સુરતઃ ઉધના વિસ્તારમાં થયેલી ઘાતકી Surat murder હત્યામાં પોલીસે ગણતરીના કલાકમાં જ બે આરોપીને ઝડપી પાડયા છે, જેમાં હજુ ચાર આરોપી ફરાર છે. 2 આરોપીને ધરદબોચી લીધા સુરતના ઉધના વિસ્તારમાં દિન દહાડે ભજનસિંહ નામના યુવકને તલવારના ઘા મારીને સરાજાહેર રહેશી...
surat murder  હાથ કાપનાર સહિત બેની ધરપકડ  ચાર આરોપી ફરાર

સુરતઃ ઉધના વિસ્તારમાં થયેલી ઘાતકી Surat murder હત્યામાં પોલીસે ગણતરીના કલાકમાં જ બે આરોપીને ઝડપી પાડયા છે, જેમાં હજુ ચાર આરોપી ફરાર છે.

Advertisement

2 આરોપીને ધરદબોચી લીધા

સુરતના ઉધના વિસ્તારમાં દિન દહાડે ભજનસિંહ નામના યુવકને તલવારના ઘા મારીને સરાજાહેર રહેશી નાખ્યો Surat murder હતો. જેમાં પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવી અને મૃતકના પરિવારજનોનું નિવેદન લઈ તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે તાબડતોડ કાર્યવાહી કરીને 6 આરોપી પૈકી 2 આરોપીને ધરદબોચી લીધા હતા.

મહારાષ્ટ્રમાં થયેલા ઝઘડાની અદાવત

મળતી માહિતી મુજબ ભજનસિંહ પર હુમલો કરનાર આરોપીઓ પૈકી ભાવસિંહ અને બળદેવસિંહ ગેંગનો હાથ છે. જેમાંથી કાળુસિંહ અને મોહનસિંહને પોલીસે ઝડપી પાડી પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, આરોપી ઉપર ભોગ બનનારે મહારાષ્ટ્રમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન હુમલો કર્યો હતો. મહારાષ્ટ્રમાં થયેલા ઝઘડાની અદાવત રાખી આરોપીઓએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

Advertisement

સિદ્ધુ મુસેવાલા સ્ટાઈલમાં હત્યા

11 એપ્રિલના રોજ આરોપીઓએ ભજનસિંહની કાર આગળ તેમની કાર લગાવી સિદ્ધુ મુસેવાલા સ્ટાઈલમાં હત્યા Surat murder નિપજાવી હતી. જેના સીસીટીવી પણ મળી આવ્યા હતા. સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કઈ રીતે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તલવારના ઉપરા છાપરી ઘા મારીને ઘટના સ્થળે જ મોત નિપજાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement

.