Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું કરનાર મૌલાનાની પુછપરછમાં મોટો ખુલાસો! JCP એ આપી માહિતી

સુરતમાં હિન્દુ સંઘના નેતાઓને મારી નાખવાની ધમકી આપનારા મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસે (Surat Crime Police) બે દિવસ પહેલા ધરપકડ કરી હતી. આરોપી મૌલાનાની છેલ્લા બે દિવસથી પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે તેની પૂછપરછમાં ઓડિયો ક્લિપ વાઇરલ મામલે મોટા ખુલાસા...
03:34 PM May 08, 2024 IST | Vipul Sen

સુરતમાં હિન્દુ સંઘના નેતાઓને મારી નાખવાની ધમકી આપનારા મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસે (Surat Crime Police) બે દિવસ પહેલા ધરપકડ કરી હતી. આરોપી મૌલાનાની છેલ્લા બે દિવસથી પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે તેની પૂછપરછમાં ઓડિયો ક્લિપ વાઇરલ મામલે મોટા ખુલાસા થઈ શકે છે. આ મામલે જોઈન્ટ પોલીસ કમિશ્નર રાઘવેન્દ્ર વત્સલે (Raghavendra Vatsal) આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ

જોઈન્ટ પોલીસ કમિશ્નર (Joint Police Commissioner) રાઘવેન્દ્ર વત્સલે મીડિયાને જણાવ્યું કે, સુરતમાં (Surat) હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમ જ અન્ય હિન્દુ નેતાઓને (hindu leader) મારી નાખવાની ધમકી મામલે મૌલાનાની પૂછપરછ કરવામાં આવી રહી છે. એક-બે દિવસમાં આ અંગે માહિતી આપવામાં આવશે. આ કેસમાં ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે અને તપાસ એજન્સીઓ જોડે પણ સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે, આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરાઈ રહી છે. સોશિયલ મીડિયા પર કઈ રીતે આરોપીઓ લૉગિન કરતા હતા તેની તપાસ કરાઈ રહી છે.

તપાસમાં અન્ય નામો સામે આવવાની શક્યતા

રાઘવેન્દ્ર વત્સલે (Raghavendra Vatsal) આગળ કહ્યું કે, આ કેસમાં મહત્ત્વના પુરાવા હાથ લાગે તેવા અમારા પ્રયાસ છે. જે આરોપીઓના નામ સામે આવ્યા છે તે ઇન્ડિયામાં છે કે બહાર છે અને તેમના મોબાઈલ નંબરોની પણ તપાસ થઈ રહી છે. તેમણે કહ્યું કે, દરેક જગ્યાઓ પરથી પોલીસને કેસને લગતી મહત્ત્વની કડીઓ તો મળી રહી છે. પરંતુ, તે અંગેની યોગ્ય ચકાસણી હાલ પણ થઈ રહી છે. આ કડીઓ સાચી છે કે ખોટી તે તપાસવી જરૂરી છે. તેમણે કહ્યું કે, પોલીસ તપાસમાં અન્ય નામો પણ સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે, બે દિવસ પહેલા સુરત પોલીસે મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકરની (Maulvi Mohammad Sohail Abubakar) ધરપકડ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, તેણે હત્યાનું ષડયંત્ર રચવા માટે સિક્રેટ ગેમિંગ એપનો ઉપયોગ કર્યો હતો. હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા નેતાઓ અને હોદ્દેદારોને ફોન કરીને મારી નાખવાની ધમકીની પોલીસને ફરિયાદ મળતાં પોલીસે સોહેલ અબુબકરની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - Surat : હિન્દુ નેતાની હત્યાનું ષડયંત્ર રચનારા મૌલવીની તપાસમાં મોટો ઘટસ્ફોટ

આ પણ વાંચો - Crime : હિંદુવાદી નેતાઓની હત્યાનું કવાતરું નિષ્ફળ, સૂરતથી મૌલવીની કરાઇ ધરપકડ

આ પણ વાંચો - VADODARA : પંચર પડેલા ટ્રેલરમાં ડમ્પર ભટકાયું, એકનું મોત

Tags :
Gujarat FirstGujarati NewsHindu organizationsHindu Sangh leadersinvestigating agenciesJoint Police CommissionerMaulvi Ahmed Sohail AbubakarRaghavendra VatsalSurat MaulanaSurat Police
Next Article