Surat : સુરતના આ મંદિરમાં માનતા પૂરી કરવા કરચલાં ચઢાવાય છે જીવતા કરચલા
અહેવાલ -આનંદ પટણી _સુરત
Surat : મંદિરમાં સામાન્ય રીતે દૂધ,પુષ્પ ,મધ જેવી ચીજ વસ્તુઓ ભક્તો દ્વારા ચઢાવવામાં આવે છે.પરંતુ ક્યાંક તમે એવું જોયું છે ,જ્યાં ભગવાનને જીવતા કરચલા ચઢાવવામાં આવતા હોય ! જી હા ,સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ રામનાથ-ઘેલા મંદિરમાં દર વર્ષની પોષ એકાદશીએ ભક્તો માન્યતા પ્રમાણે ભગવાન ના શિવલિંગ પર જીવિત કરચલા ચઢાવે છે.જેની પાછળનું કારણ કાનનો થતો રોગ છે. શું છે આ મંદિરનું માહાત્મ્ય અને શા માટે ભક્તો અહીં ચઢાવે છે જીવિત કરચલા.
સુરતનો ઉમરા વિસ્તાર જ્યાં ભરાયો છે પોષ એકાદશીનો જાહેર મેળો.દર વર્ષની જેમ અહીં પોષ એકાદશીના મેળાનું આયોજન કરવામાં આવે છે.જ્યાં અહીં આવેલ રામનાથ- ઘેલા મંદિરનું ઘણું મહત્વ આંકવામાં આવે છે.રામનાથ - ઘેલા મંદિર જે હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે.કહેવાય છે ભગવાન રામ વનવાસ દરમ્યાન અહીં રોકાયા હતા.જે બાદ તેમણે પોતાના કમાન થી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા - અર્ચના શરૂ કરી હતી.બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાન ના સમાચાર મળ્યા હતા.જે બાદ ભગવાન રામ એ અહીં પિતાની તર્પણવિધિ કરવાનો નિર્ણય કર્યો. તર્પણવિધિ દરમ્યાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવ ને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિન્નતી કરી હતી.
જ્યાં સમુદ્રદેવ બ્રાહ્મણરૂપે પ્રગટ થયા અને પૂજા કરી.દરમ્યાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા. જે અંગે ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનું ઉદ્ધાર કરવા વિન્નતી કરી.ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા.ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદેશથી એક સૂચન કર્યું.તેમણે જણાવ્યું કે આ તપોવણભૂમિ પર રહેલ શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે.ત્યારથી માંડી હમણાં સુધી આ મંદિરનું ભારે માહાત્મ્ય આંકવામાં આવે છે. જેને લઈ દર વર્ષની પોષ એકાદશી એ હજારોની સંખ્યામાં ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે.
સુરત ના ઉમરા વિસ્તારમાં આવેલું આ મંદિર વિશ્વ તેમજ સમગ્ર ભારતમાં એકમાત્ર હોવાનું અહીંના મહંતનું કહેવું છે.અહીં દર વર્ષેની પોષ એકાદશી ના પર્વે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત પુરુષો પોતાની માનતા મુકવા આવે છે. બીજા વર્ષે કાન ના રોગો થી મુક્તિ મળતા ભક્તો ભગવાન શિવના શિવલિંગ પર જીવિત કરચલા ચઢાવે છે.જે સૌ કોઈ માટે આશ્ચર્ય ની બાબત ગની શકાય છે..જ્યાં ચાલુ વર્ષે પણ અહીં વહેલી સવારથી લોકોની લાંબી કતાર દર્શન માટે જોવા મળી રહી છે.માત્ર સુરત જ નહિ પરંતુ શહેર સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં લોકો દર્શન અર્થે આવે છે અને પોતાની માનતા પુરી કરે છે.સાંભળો મંદિરમાં મહંત શુ કહી રહ્યા છે.
આ પણ વાંચો - Surat : સુરતમાં નગર પ્રા.શિક્ષણ સમિતિના અધ્યક્ષની હાકલપટ્ટી