Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : એક પરિવારના 7 લોકોના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો

સુરતમાં 7 લોકોના અપમૃત્યુનો કેસ પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હજુ સુધી નથી મળ્યું કોઈ નક્કર કારણ મનીષના બેન્ક ખાતાની કરાઈ તપાસ 1.20 લાખનો માસિક હપ્તો ભરતો હતો સમયસર હપ્તો ન ભરાતા તણાવનું કારણ પોલીસે 15 લોકોના નિવેદન પણ નોંધ્યા...
09:50 AM Nov 01, 2023 IST | Hiren Dave

સુરતમાં 7 લોકોના અપમૃત્યુનો કેસ
પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ
હજુ સુધી નથી મળ્યું કોઈ નક્કર કારણ
મનીષના બેન્ક ખાતાની કરાઈ તપાસ
1.20 લાખનો માસિક હપ્તો ભરતો હતો
સમયસર હપ્તો ન ભરાતા તણાવનું કારણ
પોલીસે 15 લોકોના નિવેદન પણ નોંધ્યા

 

સુરતના અડાજણમાં સામુહિક આપઘાતના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં મૃતક મનીષ દર મહિને રૂપિયા 1.20 લાખનો લોનનો હપ્તો ભરતો હોવાનું ખુલ્યું છે. મનીષ જુદી જુદી બેંકમાં લોનનો હપ્તો ભરતો હતો. નાણાંકીય વહેવાર માટે 15  સબંધીઓના નિવેદન લેવાયા છે. તેમજ કોલ ડીટેલ અને આર્થિક વહેવારની પણ તપાસ શરૂ કરાઈ છે.

 

મનિષ સોલંકી દર મહિને જુદી જુદી બેંકમાં રૂપિયા 1.20 લાખનો લોનનો હપ્તો ભરતો

શહેરમાં અડાજણના સોલંકી પરિવાર 7 લોકોના આપઘાત મામલે મનિષ સોલંકી દર મહિને જુદી જુદી બેંકમાં રૂપિયા 1.20 લાખનો લોનનો હપ્તો ભરતો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે બેંકના હપ્તા ભરવાના ટેનશનમાં રહેતો હતો કે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. પોલીસે નાણાંકીય વહેવાર માટે 15 સગા સબંધીના પણ નિવેદન લીધા છે. તથા આપઘાત કેસની કડી શોધવા કોલ ડીટેલ અને આર્થિક વહેવારની પણ તપાસ શરૂ કરાઈ છે. તેમાં હજુ મોટી માહિતી હાથ લાગી શકે તેમ છે.

એક જ પરિવારના સાત સભ્યોએ જીવન ટૂંકાવ્યાનો મામલો

શનિવારે ગુજરાતના સુરત જિલ્લામાં એક જ પરિવારના સાત સભ્યોએ જીવન ટૂંકાવ્યાનો મામલો સામે આવ્યો હતો. સ્થાનિક પોલીસે આપેલી પ્રાથમિક જાણકારી અનુસાર સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારના સિદ્ધેશ્વર ઍપાર્ટમેન્ટમાં સોલંકી પરિવારના પાંચ સભ્યોએ ઝેરી પદાર્થ ગટગટાવી જ્યારે બેએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનાર આ પરિવારના મૃતકોમાં મિસ્ત્રીકામના કૉન્ટ્રેક્ટર મનીષ સોલંકી (37 વર્ષ), તેમનાં પત્ની રીટાબહેન (35), પિતા કનુભાઈ (72), માતા શોભનાબહેન (70) અને છથી 13 વર્ષની ઉંમરનાં ત્રણ બાળકો દીક્ષા, કાવ્યા અને કુશલ સામેલ છે. પોલીસ પ્રમાણે સોલંકી પરિવારના લોકોએ આત્મહત્યા કર્યાનો મૅસેજ આવ્યા બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચતાં આ બાબત હકીકત હોવાનું માલૂમ પડ્યું હતું.

પરિવારના ઘરેથી પોલીસને પરિવારની ‘આપવીતી જણાવતી અંતિમ ચિઠ્ઠી’ પણ મળી

પરિવારના ઘરેથી પોલીસને પરિવારની ‘આપવીતી જણાવતી અંતિમ ચિઠ્ઠી’ પણ મળી આવી હતી. પોલીસ પ્રમાણે પરિવારની આત્મહત્યાના મૂળમાં ‘આર્થિક સંકડામણ’ હોવાનું જણાઈ રહ્યું છે. ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીએ આપેલી વિગતો અનુસાર પરિવારના મોભી પોતે એક ફર્નિચર બનાવવાનું કામ કરતા. તેઓ સુપરવાઇઝર હતા અને તેમના હાથ નીચે ’30-35 લોકો’ કામ કરતા હતા. પોલીસે આ ઘટના અંગે વધુ વિગત આપતાં કહ્યું હતું કે પરિવારના અંતિમ લખાણને જોતાં લાગી રહ્યું છે કે તેમને અમુક વ્યક્તિ પાસેથી પૈસા લેવાના નીકળતા હતા, પરંતુ એ પૈસા તેમને મળી રહ્યા નહોતા. પરિવારે અંતિમ ચિઠ્ઠીમાં કોઈના નામનો ઉલ્લેખ કર્યો ન હોવાનું પોલીસે જણાવેલું હતુ. ઘટના અંગે પ્રાથમિક માહિતી એકઠી કરી પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી હોવાનું જણાવાયું હતું.

આ  પણ  વાંચો -ગોધરા પોલીસની તસ્કરો સામે લાલ આંખ, અલગ અલગ ચોરીમાં સંડોવાયેલા ચોરોને ઝડપી લીધા

 

Tags :
7 membersfamilylightshocking revelationSuicide CaseSurat
Next Article