Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Food And Drugs: Ice Dish અને બરફ-ગોળાના શોખીન લોકો ખાતા પહેલા આ જરૂર વાંચજો

Surat Food And Drugs: ગુજરાત રાજ્યમાં હાલ ઉનાળા (Summer) ની ઋતુ ચાલી રહી છે. રાજ્યના તમામ શહેરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સૌ કોઈ લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા, બરફ-ગોળા સહિત આઈશ ડિશ (Ice Dish) નો સહારો...
09:56 PM Apr 05, 2024 IST | Aviraj Bagda
Surat Food And Drugs

Surat Food And Drugs: ગુજરાત રાજ્યમાં હાલ ઉનાળા (Summer) ની ઋતુ ચાલી રહી છે. રાજ્યના તમામ શહેરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સૌ કોઈ લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા, બરફ-ગોળા સહિત આઈશ ડિશ (Ice Dish) નો સહારો લઈ રાહત મેળવી રહ્યા છે. પરંતુ જે લોકો ગરમીથી રાહત મેળવવા માટે Ice Dish (Ice Dish) અને બરફ-ગોળા આરોગી રહ્યા છે, તે કેટલો આરોગ્યપ્રદ છે. તેનો ખ્યાલ પણ હોતો નથી.

ત્યારે સુરત (Surat) માં કેટલાક વિક્રેતાઓ Ice Dish માં ક્રીમ અને શિરપ સહિત ડ્રાયફ્રુટનો જથ્થો હલકી ગુણવત્તાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને મળી હતી. જે ફરિયાદના આધારે આરોગ્ય અને ફૂડ વિભાગ (Food And Drugs Team) ની ટીમ દ્વારા શહેરના વરાછા, સિંગણપોર, કતારગામ, સરથાણા, ઘોડ દોડ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા 16 જેટલી Ice Dish બનાવતા સ્થળો પર દરોડા પાડ્યા હતા.

Surat Food And Drugs

3 નમૂનાઓ આરોગ્ય માટે હાનિકારક સાબિત થતા

વિભાગે દરોડા પાડીને વિવિધ વસ્તુઓના નમૂના લીધા હતા. પાલિકાએ નમૂના ચેકિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. ત્યારે કુલ 16 નમૂનાઓમાંથી 3 નમૂનાઓ આરોગ્ય માટે હાનિકારક સાબિત થતા, સંસ્થા અને માલિકો વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે.

ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઘણું ઓછું મળી આવ્યું

Surat Food And Drugs

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારી ડી. કે.પટેલના જણાવ્યા અનુસાર, અડાજણ સ્થિત રજવાડી મલાઈ આઈશ ડિશ, J B Ice Dish અને રાજ આઈશ ડિશ વિક્રેતાઓના નમૂના અખાદ્ય હતા. ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઘણું ઓછું મળી આવ્યું છે. સામાન્ય રીતે 60 ટકા જેટલું મિલ્ક ફેટનું પ્રમાણ હોવું જરૂરી છે.

અખાદ્ય 22 લીટર શિરપ અને ક્રીમનો જથ્થો પણ નાશ કર્યો

તે ઉપરાંત શિરપમાં "ટોટલ સોલ્યુબલ સોલાઈડ" ની માત્ર 65 ટકા હોવી જરૂરી છે, જેનું પ્રમાણ ઓછું મળી આવ્યું છે. અંતે પાલિકાએ 4 વિક્રેતાઓની સામે ફરિયાદ નોંધી છે. પાલિકાના આરોગ્ય અને ફુડ વિભાગ દ્વારા અખાદ્ય 22 લીટર શિરપ અને ક્રીમનો જથ્થો પણ નાશ કર્યો છે.

આ પણ વાંચો: Vadodara MD Drugs: શું વડોદરા ગેટ વે ઓફ ડ્રગ્સ સિટી બની રહ્યું છે?

આ પણ વાંચો: Mahesana : નરાધમ પિતાએ 6 માસ સુધી દિકરી પર ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: Bharuch Crime Case: લૂંટેરી દુલ્હનના ચક્કરમાં આધેડે એક યુવકને જીવતો સળગાવ્યો

Tags :
drugsGujaratGujaratFirstIce DishSummerSuratsurat foodSurat Food And DrugsSurat Municipal CorporationSurat Municipality
Next Article