ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SURAT: જિલ્લા કલેકટર ખાતે EVM અને VVPATનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરાયું

SURAT: લોકસભા ચૂંટણી 2024 ને (LOK SABHA ELECTION) લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે. મતદાનના દિવસે કોઈ પણ બૂથ પર વોટિંગની સમસ્યા ન સર્જાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્રએ આગોતરું આયોજન...
03:09 PM Apr 05, 2024 IST | Hiren Dave

SURAT: લોકસભા ચૂંટણી 2024 ને (LOK SABHA ELECTION) લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે. મતદાનના દિવસે કોઈ પણ બૂથ પર વોટિંગની સમસ્યા ન સર્જાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્રએ આગોતરું આયોજન કર્યું છે.

 

16 વિધાનસભામાં ૨૩ હજાર EVM મશીનોની ફાળવણી

સુરત (SURAT)જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીની ઉપસ્થિતિમાં EVM અને VVPATનું પ્રથમ કોમ્પ્યુટરાઇઝડ  રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું.સુરત જિલ્લાની 16 વિધાનસભામાં કુલ 4530 મતદાન મથક માટે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દ્વારા 5654 EVM અને   6107 VVPATની ફાળવણી કરવામાં આવશે.ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં (EMS)  સોફ્ટવેરની મદદથી રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.તંત્ર દ્વારા તેની યાદી પણ તમામ પક્ષને સોંપવામાં આવશે.રેન્ડમાઈઝ કરાયેલાં  ઈવીએમ જિલ્લાની તમામ વિધાનસભાના ARO ને સુપરત કરવામાં આવશે.તેમજ આ ઈવીએમ જે તે વિધાનસભાના નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે.

રાજ્યમાં આગામી 7 મેના રોજ મતદાન યોજાશે

જિલ્લા ચૂંટણી અધિકારી કમલેશ રાઠોડે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કર્યું છે. રેન્ડમાઈઝડ EVM ની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી છે. જિલ્લા ચૂંટણી તંત્રના EVM-VVPAT વેરહાઉસ ખાતે સંગ્રહિત તમામ ઈવીએમ મશીન FLC ચેકિંગ થયેલ છે. રેન્ડમાઈઝડ EVM જિલ્લાની વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી ARO ને સોંપવામાં આવી રહ્યા છે. જ્યાં ARO દ્વારા વિધાનસભા મત વિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ EVM રાખવામાં આવશે.

જિલ્લામાં EVM બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણ પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના 125 ટકા લેખે BU-બેલેટ યુનિટ, 125 ટકા લેખે CU- કંટ્રોલ યુનિટ અને 135 ટકા VVPAT તકેદારીના રૂપમાં ફાળવણી થશે. 4530 મતદાન મથક માટે ઉપરોક્ત ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ-કંટ્રોલ યુનિટ અને VVPAT ની ફાળવણી કરાશે.

 

આ  પણ  વાંચો - અમારી માત્ર એક જ માંગ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે : Kshatriya Samaj

આ  પણ  વાંચો - Parshottam Rupala Vivad : આવતીકાલે ક્ષત્રિય સમાજ કોર કમિટીની બેઠક, PT જાડેજાએ કરી આ અપીલ

આ  પણ  વાંચો - Parshottam Rupala Vivad: વિવાદો વચ્ચે પરશોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના દર્શન કરી શરૂ કર્યા પ્રચાર

Tags :
GUJARAT FIRST NEWSGujarat Lok Sabha ElectionLok Sabha Election 2024RANDOMIZATION OF EVM AND VVPETSuratSURAT DISTRICT COLLECTOR OFFICESURAT DISTRICT ELECTION OFFICERSurat Police
Next Article