Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Elections : મતગણતરી પહેલા જ BJP એ આ બેઠક પર મેળવી લીધી જીત, જાણો વિગત

ભારતમાં આજે લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections) માટે મતગણતરી થવાની છે. 19 એપ્રિલ, 2024 અને 1 જૂન, 2024 વચ્ચે દેશની 543 લોકસભા બેઠકોમાંથી 542 પર મતદાન થયું હતું. એક બેઠક પર મતદાન થયું ન હતું, કારણ કે તે બેઠક...
lok sabha elections   મતગણતરી પહેલા જ bjp એ આ બેઠક પર મેળવી લીધી જીત  જાણો વિગત

ભારતમાં આજે લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections) માટે મતગણતરી થવાની છે. 19 એપ્રિલ, 2024 અને 1 જૂન, 2024 વચ્ચે દેશની 543 લોકસભા બેઠકોમાંથી 542 પર મતદાન થયું હતું. એક બેઠક પર મતદાન થયું ન હતું, કારણ કે તે બેઠક (Surat) પર ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર બિનહરિફ જીત્યા હતા. હકીકતમાં, ગુજરાતની સુરતની લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) નામાંકન રદ કરવામાં આવ્યું હતું. આ પછી અન્ય અપક્ષ ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી હતી, જેના કારણે સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતા.

Advertisement

કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ્દ

સુરત (Surat) લોકસભા બેઠક પરથી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં કોંગ્રેસના નિલેશ કુંભાણી સહિત 6 ફોર્મ રદ થયા હતા. આ પછી, ભાજપના ઉમેદવાર સહિત કુલ 9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બાકી હતા, પરંતુ આ 8 ઉમેદવારોએ પણ તેમની ઉમેદવારી પાછી ખેંચી લેતા સુરત લોકસભા બેઠક પરથી માત્ર ભાજપના ઉમેદવારો જ ચૂંટણી મેદાનમાં બચ્યા હોવાથી મતદાન પહેલા જ તેમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવા પડ્યા હતા. આ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) નામાંકન ટેકનિકલ કારણોસર નામંજૂર કરવામાં આવ્યું હતું.

ભાજપે 2019 માં પણ જીત નોંધાવી હતી

2019 ની લોકસભા ચૂંટણીની ((Lok Sabha Elections) વાત કરીએ તો ભાજપે આ બેઠક જીતી હતી. ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડનાર દર્શના વિક્રમ જરદોશ કોંગ્રેસના (Darshana Jardosh) ઉમેદવાર અશોક પટેલને (Ashok Patel) લગભગ સાડા 5 લાખ મતોથી હરાવ્યા હતા. રાજ્યમાં લોકસભાની કુલ 26 બેઠકો છે, જેમાંથી ભાજપના મુકેશ દલાલ (Mukesh Dalal) સુરત બેઠક પરથી બિનહરિફ થતા હવે બાકીની 25 લોકસભા બેઠકો માટે આજે પરિણામ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

Advertisement

આ પણ વાંચો - ElectionsResults : આજે ‘ફાઇનલ ડે’… સૌથી લોકપ્રિય ભરૂચ અને બનાસકાંઠા બેઠક પર આવી છે મતગણતરીની ખાસ તૈયારીઓ

Advertisement

આ પણ વાંચો - Bhavnagar: નિમુબેન બાંભણીયા અને ઉમેશ મકવાણા વચ્ચે સીધો જંગ, મતગણતરી થઈ શરૂ

આ પણ વાંચો - VADODARA : લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરીને લઇ અનેક રૂટ ડાયવર્ટ

Tags :
Advertisement

.