Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : ડોક્ટરે હોસ્ટેલમાં બોલાવી થાઈ ગર્લ, પછી આખી રાત હોસ્ટેલમાં...

સુરતની (Surat) સ્મીમેર-મેડિકલ કોલેજને શર્મસાર કરતો બનાવ સામે આવ્યો છે. ઓર્થોપેડિક વિભાગના ફાઇનલ ઇયરમાં અભ્યાસ કરતા તબીબે મોડી રાતે બહારથી થાઈ ગર્લને હોસ્ટેલમાં બોલાવી હતી. સેટરડે નાઈટ મનાવવા બોલાવેલી થાઈ ગર્લ સાથે કોઈ બાબતે તબીબની માથાકૂટ થતાં લાફો ઝીંક્યો હતો....
surat   ડોક્ટરે હોસ્ટેલમાં બોલાવી થાઈ ગર્લ  પછી આખી રાત હોસ્ટેલમાં

સુરતની (Surat) સ્મીમેર-મેડિકલ કોલેજને શર્મસાર કરતો બનાવ સામે આવ્યો છે. ઓર્થોપેડિક વિભાગના ફાઇનલ ઇયરમાં અભ્યાસ કરતા તબીબે મોડી રાતે બહારથી થાઈ ગર્લને હોસ્ટેલમાં બોલાવી હતી. સેટરડે નાઈટ મનાવવા બોલાવેલી થાઈ ગર્લ સાથે કોઈ બાબતે તબીબની માથાકૂટ થતાં લાફો ઝીંક્યો હતો. અસ્તવ્યસ્ત હાલતમાં થાઈ ગર્લ (Thai girl) રૂમમાંથી બહાર આવતા ભારે હંગામો મચી ગયો હતો. આ મામલે સ્મીમેર હોસ્પિટલના ડીન દ્વારા તપાસના આદેશ અપાયા છે સાથે વરાછા પોલીસ સુધી પણ આ મામલો પહોંચ્યો હોવાની માહિતી છે.

Advertisement

થાઈ ગર્લ અસ્તવ્યસ્ત હાલતમાં બહાર આવતા ભારે હોબાળો

સુરતની (Surat) સ્મીમેર મેડિકલ કોલેજની (SMIMER Hospital & Medical College) હોસ્પિટલમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબ ઋત્વિક દરજીએ સેટરડે નાઈટ મનાવવા માટે હોસ્ટેલમાં મોડી રાતે એક થાઈ ગર્લને બહારથી બોલાવી હતી. જો કે, તબીબ અને થાઈ ગર્લ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા ઋત્વિક દરજીએ થાઈ ગર્લને (Thai girl) લાફો ઝીંક્યો હતો. આથી, થાઈ ગર્લ દોડીને રૂમમાંથી બહાર આવી હતી. મધરાત્રે થાઈ ગર્લ અસ્તવ્યસ્ત કપડામાં બહાર આવતા ભારે હંગામો મચી ગયો હતો. આ મામલે હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર રાજેન્દ્ર જોશીના જણાવ્યા મુજબ, પ્રાથમિક જાનકારી અનુસાર ઓર્થોપેડિક વિભાગનાં (Orthopedic Department) ફાઇનલ ઇયરમાં અભ્યાસ કરતા ઋત્વિક દરજી (Ritvik Darji) નામના તબીબે કોઈ મહિલાને હોસ્ટલમાં બોલાવી હતી.

તપાસ માટે કમિટીનું ગઠન કરાશે : આસિ. પ્રોફેસર રાજેન્દ્ર જોશી

તેમણે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે. આ બાબતની જાણ HoD વિભાગને કરવામાં આવી છે. બહારથી બોલાવવામાં આવેલી મહિલા દોડતી દોડતી સિક્યુરિટી પાસે પહોંચી હતી, જેના CCTV સામે આવ્યા છે. આ ગંભીર પ્રકારની ઘટનાને લઇ મહત્ત્વની મીટિંગ બોલાવવામાં આવશે અને આ મીટિંગમાં કમિટીનું ગઠન કરાશે. કમિટી દ્વારા તપાસ કરી રેસિડેન્ટ તબીબ સહિત જે કોઈ પણ કસૂરવાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, સમગ્ર મામલો વરાછા પોલીસ મથકે (Varachha police) પણ પહોંચ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - VADODARA : સ્વામીનારાયણ મંદિરના લંપટ સ્વામી સામે તપાસ તેજ

Advertisement

આ પણ વાંચો - Amreli : બાબરામાં નદી ગાંડીતૂર બની, વહેણમાં બોલેરો કાર તણાઈ જતાં ડ્રાઇવરનું મોત

આ પણ વાંચો - Gujarat ATS : 840 કલાક, 3 એજન્સી અને 35થી વધારે અધિકારીઓનું સંયુક્ત એક ઓપરેશન

Tags :
Advertisement

.