Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat CR Patil News: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના વરદહસ્તે વૈદિક હોળીનું આયોજન કરાયું

Surat CR Patil News: આજે દેશભરમાં હોળી દહનનો ધાર્મિક પ્રસંગ ઉજવવામાં આવશે. ત્યારે સુરત (Surat Holi Festival) ના ઘોડ દોડ રોડ સ્થિત પાંજરાપોળ દ્વારા વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (BJP...
08:12 PM Mar 24, 2024 IST | Aviraj Bagda

Surat CR Patil News: આજે દેશભરમાં હોળી દહનનો ધાર્મિક પ્રસંગ ઉજવવામાં આવશે. ત્યારે સુરત (Surat Holi Festival) ના ઘોડ દોડ રોડ સ્થિત પાંજરાપોળ દ્વારા વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (BJP State Presidents C R Patil) ના વરદહસ્તે સુરતમાં વૈદિક હોળી પ્રગડાવવામાં આવી છે.

વૈદિક હોળીનું આયોજન કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો

જોકે ભારત દેશમાં હોળીનું અનોખું મહત્ત્વ છે. અનેકા આસ્થાઓ પણ હોળી સાથે જોડાયેલી હોય છે. જોકે હોળી પ્રગડાવવામાં મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેથી વૃક્ષ નિકંદનની પ્રવૃત્તિ અટકાવવા જાગૃતિ લાવવાનો પ્રયાસ સાથે આ વર્ષે દેશભારમાં વૈદિક હોળીનું આયોજન કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે.

Surat Holi Festival

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગૌમાતાનું પણ પૂજન કર્યું

જેથી સુરત (Surat)ના ઘોટાદોડ રોડ પર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (BJP State Presidents C R Patil)ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ વૈદિક હોળીમાં ગાયના છાણની બનેલી ગોબર સ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વૈદિક હોળીમાં આશરે 1300 જેટલી ગોબર સ્ટીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે ઉપરાતં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે (BJP State Presidents C R Patil) ગૌમાતાનું પણ પૂજન કર્યું હતું.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું નિવેદન

તે ઉપરાંત આ પ્રસંગે વૈદિક હોળીને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે (BJP State Presidents C R Patil) નિવેદન આપ્યું હતું કે, હોળી (Holi Festival) માં લાકડાનો ઉપયોગ ના કરવો જોઈએ. તેના બદલે વૈદિક હોળીના આશયથી ગાયના છાણામાંથી બનેલી ગોબર સ્ટીકનો ઉપયોગ કરવો જોઈએ. તે ઉપરાંત ગૌ સ્ટીકને કારણે વાતાવરણ શુદ્ધ થાય છે. મુખ્ય કારણ તો એ છે કે, વૈદિક હોળીને કારણે વૃક્ષોની જાળવણી થશે.

આ પણ વાંચો: Chhotaudepur BJP News: ભાજપના નેતાઓએ બૂટલેગરનું જાહેર મંચ પર સન્માન કરતાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો: Ahmedabad : 25 કરોડની જમીન પચાવવાનો ખેલ ખેલનારા રૂપાણી સામે આખરે ફરિયાદ

આ પણ વાંચો: Bhuj News: કચ્છી લેઉઆ પટેલ સમાજની મહિલાએ લંડનમાં પોલીસ બનીને સમાજનું ગૌરવ વધાર્યું

Tags :
BJPCR PatilGujaratFirstHoli DahanSuratSurat Holi Festival
Next Article