Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Congress Program: સુરતમાં યોજાયેલી જનસભામાં કોંગ્રેસે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી કટાક્ષ કર્યા

Surat Congress Program: સુરતના કામરેજમાં કોંગ્રેસની જનસંપર્ક સભા યોજાઈ હતી. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. તેમની સાથે કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો...
11:04 PM Apr 20, 2024 IST | Aviraj Bagda
Congress, BJP, Lok Sabha Election, Surat

Surat Congress Program: સુરતના કામરેજમાં કોંગ્રેસની જનસંપર્ક સભા યોજાઈ હતી. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. તેમની સાથે કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કરી જન સભા સંબોધી હતી.

Surat Congress Program

લોકસભાની ચૂંટણી 2024 ને લઈ તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચારો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે કામરેજ ખાતે જનસંપર્ક સભા યોજવામાં આવી હતી. 23 બારડોલી લોકસભાની કોંગ્રેસની જનસંપર્ક સભામાં રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, બારડોલી લોક સભાના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી તેમજ સુરત 26 લોક સભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Chhotaudepur Election Nomination: લોકસભા ચૂંટણી અન્વયે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી

ભાજપ કાળું ધન પાછું લાવી સકી નથી

યોજાયેલા કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી. શક્તિસિંહ ગોહિલે ભાજપે આપેલી ગેરંટીને લઈ સવાલો ઉઠાવ્યા હતા. ભાજપે 2014 અને 2019 માં 2 કરોડ નોકરીઓ આપવાની વાત કરી હતી. ત્યારે હાલ નોકરીઓ માટે 30 લાખ જગ્યાઓ ખાલી છે, કોઈ નવી નોકરી ખીલાની નથી હતી. તેની નોકરી પણ હતી રહી છે,ભાજપે કાળા નાણાં પાછાં લાવવાની વાતો પણ કરી હતી પરંતુ ભાજપ કાળું ધન પાછું લાવી સકી નથી, કાળું ધન વધી ગયું છે.

Surat Congress Program

આ પણ વાંચો: Ahmedabad : જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ સ્કૂલોના સંચાલકો સાથે મતદાન જાગૃતિ બાબતે MOU કરવામાં આવ્ય ા

ભાજપના લોકોને રામના વંશજો ક્ષત્રિયો ઠેકાણે પાડશે

કોંગ્રેસની યોજાયેલ જનસંપર્ક સભામાં આપ નેતા ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા. આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પણ ભારતીય જનતા પાર્ટી સામે બાયો ચઢાવી આકરા પ્રહારો કર્યા હતા. ગઈકાલે થયેલા પહેલા ફેઝનું મતદાન થયું છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધની તરફેણમાં ધમાકેદાર મતદાન થયું છે, અને આ મતદાનની અસર કાર્યકરોમાં જોવા મળી રહી છે. તેમણે ભાજપને અહંકારી ગણાવી હતી અને કહ્યું હતું કે રામના નામે મત માંગનારા ભાજપના લોકોને રામના વંશજો ક્ષત્રિયો જ આ વખતે ઠેકાણે પાડશે.

અહેવાલ ઉદય જાદવ

આ પણ વાંચો: Khoraj Pran Pratishtha Mohotsav : ધાર્મિક એકતાની સરવાણી વહી, આજે સાંત્વની ત્રિવેદીનાં સ્વરે રાસ-ગરબાની રમઝટ, અહીં જુઓ LIVE

Tags :
BJPCongressElectionGujaratGujaratFirstLok-Sabha-electionpublic meetingSurat
Next Article