Surat C R patil: ધારાસભ્ય, સાંસદ કામ નહીં કરે તો મને કહેજો
સુરતઃ કાંઠા વિસ્તાર કોળી અને માછી સમાજ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના જીઆવ બુડિયા ગામે રામજી વાડીમાં આયોજિત કાર્યક્રમમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (Surat C R patil) હાજરી આપી હતી. સાંસદ કામ નહિ કરે...
12:52 PM Apr 12, 2024 IST
|
RAHUL NAVIK
સુરતઃ કાંઠા વિસ્તાર કોળી અને માછી સમાજ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના જીઆવ બુડિયા ગામે રામજી વાડીમાં આયોજિત કાર્યક્રમમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (Surat C R patil) હાજરી આપી હતી.
સાંસદ કામ નહિ કરે તો મને કે જો
સુરતના કાંઠા વિસ્તાર માછી સમાજ અને કોળી સમાજના લોકો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે (Surat C R patil) વાત કરતા જણાવ્યુ હતું કે, સાંસદ કામ નહિ કરે તો મને કે જો. તમારા ઉમેદવારને નહીં મોદી સાહેબને જોઈને મત આપજો. પહેલા અહીંના લોકોને જોબ માટે ખૂબ મહેનત કરવી પડતી હતી. પછી મુકેશભાઈ ને કહીને આ લોકોને નોકરી અપાવી, કાંઠા વિસ્તારના માણસને પેહલા કોન્ટ્રાકટ નોકરીઓ પૂરી પાડવામાં આવી.
વડાપ્રધાન બન્યા બાદ ડુમસ એરપોર્ટનું નિર્માણ થયું
Surat C R patil વધુમાં જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી દેશનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે. પીએમ મિત્રા પાર્ક રોજગારીનું સર્જન કરશે. કોળી કે માછી સમાજના યુવાનોને શિક્ષણ બાદ ઉદ્યોગોમાં તાલીમ મળે તેવી વ્યવસ્થા કરી છે. મોદી વડાપ્રધાન બન્યા બાદ ડુમસ એરપોર્ટના નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને તેને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેનાથી આસપાસના વિસ્તારોને ફાયદો થયો છે. પીએમએ સમાજને એક રાખવાનું કામ કર્યું છે. આજે દેશમાં મહિલાઓ સુરક્ષિત અનુભવી રહી છે.
Next Article