Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : કામરેજ પોલીસ મથકના PI સામે મોટી કાર્યવાહી, પોલીસ બેડામાં હડકંપ!

સુરતના (Surat) કામરેજ પોલીસ મથકના PI ને કેમિકલ ચોરીના કૌભાડ મામલે તપાસમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PI ઓમદેવસિંહને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. અગાઉ સ્ટેટ વિજિલન્સની ટીમે કેમિકલ ચોરીનું કૌભાંડ (chemical theft...
surat   કામરેજ પોલીસ મથકના pi સામે મોટી કાર્યવાહી  પોલીસ બેડામાં હડકંપ

સુરતના (Surat) કામરેજ પોલીસ મથકના PI ને કેમિકલ ચોરીના કૌભાડ મામલે તપાસમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PI ઓમદેવસિંહને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. અગાઉ સ્ટેટ વિજિલન્સની ટીમે કેમિકલ ચોરીનું કૌભાંડ (chemical theft scam) ઝડપ્યું હતું, જેની તપાસ કામરેજ પોલીસ મથકના PI ને સોંપાઈ હતી.

Advertisement

કેમિકલ ચોરીનાં કૌભાંડની તપાસમાં બેદરકારી દાખવી

સુરતના (Surat) કામરેજ પોલીસ મથકના PI ઓમદેવસિંહ જાડેજાને (PI Omdev Singh Jadeja) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી સુરત પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. માહિતી મુજબ, થોડા દિવસ અગાઉ કામરેજનાં અંત્રોલી ગામેથી સ્ટેટ વિજિલન્સની ટીમે (State Vigilance team) કેમિકલ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહીમાં કેમિકલ માફિયા વિપુલ બલર (Vipul Balar), રાણા ભરવાડ સહિતનાં ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ કેસની તપાસ કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓમદેવસિંહ જાડેજાને સોંપવામાં આવી હતી.

સુરત પોલીસ બેડામાં હડકંપ

જો કે, તપાસ દરમિયાન પીઆઈ ઓમદેવસિંહ જાડેજાની (PI Omdev Singh Jadeja) ઘોર બેદરકારી સામે આવી હતી. આથી હવે તેમની સામે કાર્યવાહીના ભાગરૂપે સસ્પેન્ડ કરાયા છે. રાજ્યના પોલીસ વડાએ કામરેજ પોલીસ મથકના (Kamrej police station) પીઆઈ ઓમદેવસિહ જાડેજાને સસ્પેન્ડ કરતાં સુરત જિલ્લા પોલીસ (Surat Police) બેડામાં હડકંપ મચી ગયો છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

આ પણ વાંચો - Ahmedabad: ગેરકાયદેસર રીતે ધમધમી રહીં હતી ફટાકડાની ફેક્ટરી, SOG એ હાથ ધરી કાર્યવાહી

આ પણ વાંચો - Cyber Crime: સાવધાન પોરબંદર! 2.5 વર્ષમાં 7કરોડથી વધુનો સાયબર ફ્રોડ થયા

આ પણ વાંચો - AHMEDABAD : સાસરિયાઓથી કંટાળીને ત્રણ લોકોએ જીવન ટૂંકાવ્યુ

Tags :
Advertisement

.