Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : બે બાળકીની હત્યા બાદ માતાએ મોતને વ્હાલું કર્યું

Surat :  સુરતના (Surat )કામરેજ જિલ્લામાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે અહીં સગી માતાએ 2 માસૂમ બાળકીઓની હત્ કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે. એક સાથે 3 લોકોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. આ...
surat   બે બાળકીની હત્યા બાદ માતાએ મોતને વ્હાલું કર્યું

Surat :  સુરતના (Surat )કામરેજ જિલ્લામાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે અહીં સગી માતાએ 2 માસૂમ બાળકીઓની હત્ કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે. એક સાથે 3 લોકોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર એક અઢી વર્ષની બાળકી અને એક 11 માસની બાળકીને ઝેર પીવડાવી જનેતા મોતને ઘાટ ઉતાર્યા હતા.

Advertisement

બાળકીઓની હત્યા બાદ માતાએ પોતે પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પતિ સાથેના ઘર કંકાશમાં મહિલાએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે મહિલાનો પતિ ઘર જમીન દલાલી કરતો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના ને લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું છે.

કળિયુગની ક્રૂર માતા એ આ પગલું કેમ ભર્યું એ સૌથી મોટો સવાલ છે. માસૂમ બાળકીઓ ને મારી નાખતા પહેલા શુ મા ને એક ક્ષણ માટે પણ વિચાર ના આવ્યો હોય કે આ માસૂમ નો શુ ગુનો કે વાંક છે. મૃતકના બાળકીઓ ના પિતા અને મહિલાના પતિનું માનીએ તો ઘર માં શુભ પ્રસંગ હોવાને લઇ ઘ માં તૈયારીઓ ચાલી રહી હતી. ગઈકાલે મૃતક મહિલાએ એ 500 રૂપિયા પોતાના પતિ પાસે માંગ્યા હતા પરંતુ પતિએ પૈસાની શુ જરૂર છે કહેતા માઠું લાગી આવતા મહિલાએ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Advertisement

આ  પણ  વાંચો -ASTHA SPECIAL TRAIN : ભુજથી રામ ભક્તોને અયોધ્યા ખાતે દર્શનાર્થે વિશેષ ટ્રેન રવાના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.