Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : હલકી કક્ષાનું તેલ લાવી બ્રાન્ડેડ સ્ટિકર ચોંટાડી ભેળસેળિયું તેલ વેચતા દુકાન માલિકો સામે કાર્યવાહી

સુરતના (Surat) લિંબાયતમાં ડુપ્લિકેટ તેલના (Duplicate Oil) રેકેટનો પર્દાફાશ થયો છે. ડુપ્લિકેટ ઓઇલનાં ડબ્બા પર બ્રાન્ડેડ સ્ટિકર ચોંટાડી રૂ. 1800 માં ભેળસેળિયું તેલનું વેચાણ કરવામાં આવતું હતું. લિંબાયતની બે દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બનીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો....
surat   હલકી કક્ષાનું તેલ લાવી બ્રાન્ડેડ સ્ટિકર ચોંટાડી ભેળસેળિયું તેલ વેચતા દુકાન માલિકો સામે કાર્યવાહી

સુરતના (Surat) લિંબાયતમાં ડુપ્લિકેટ તેલના (Duplicate Oil) રેકેટનો પર્દાફાશ થયો છે. ડુપ્લિકેટ ઓઇલનાં ડબ્બા પર બ્રાન્ડેડ સ્ટિકર ચોંટાડી રૂ. 1800 માં ભેળસેળિયું તેલનું વેચાણ કરવામાં આવતું હતું. લિંબાયતની બે દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બનીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે લિંબાયત પોલીસને (Limbayat Police) જાણ થતા તપાસ હાથ ધરી દુકાનમાંથી નકલી તેલનાં 3 ડબ્બા, સ્ટિકર અને બુચ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને દુકાન માલિકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ગ્રાહક બની દુકાનમાં પહોંચ્યો કંપનીનો સ્ટાફ

સુરતના (Surat) લિંબાયત (Limbayat) વિસ્તારમાં ડુપ્લિકેટ તેલનાં રેકેટોનો પર્દાફાશ થયો છે. માહિતી મુજબ, તેલ કંપનીના સ્ટાફને જાણ થતા લિંબાયતમાં આવેલી કરિયાણાની બે દુકાનમાં ગ્રાહક બનીને પહોંચ્યા હતા. દરમિયાન, કંપનીના સ્ટાફને જાણ થઈ કે દુકાનદારો માર્કેટમાંથી હલકી કક્ષાનો રૂ. 1200 નો તેલનો ડબ્બો લાવી તેના પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટિકર અને બુચ લગાડતા હતા. બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટાફને જાણકારી થતા પોલીસને જાણ કરી હતી.

તેલનાં 3 ડબ્બા, સ્ટિકર અને બુચ સહિતનો મુદામાલ જપ્ત

Advertisement

હલકી કક્ષાનું તેલ લાવી બ્રાન્ડેડ સ્ટીકર લગાડી વેચતા હતા

લિંબાયત પોલીસે ( Limbayat Police) લિંબાયત વિસ્તારના ત્રિકમનગર (Trikamnagar) ખાતે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન, દુકાનમાંથી તિરુપતિ અને કપાસિયા તેલનાં 3 ડબ્બા, સ્ટિકર અને બુચ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. સાથે શ્રીદેવનારાયણ કિરાણા સ્ટોરના (Sri Devanarayan Kirana Store,) માલિક લાલારામ કાનુજી તૈલી અને શ્રી હરિઓમ સુપર સ્ટોરનાં (Sri Hariyom Super Store) માલિક મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement

આ પણ વાંચો - Gondal : મોટામહિકા રોડ પર છોટા હાથીમાંથી રૂ. 5.58 લાખનો વિદેશી દારુ ઝડપાયો, 2 ની ધરપકડ

આ પણ વાંચો - Jamnagar : ભાણવડમાં પરિવારના સામૂહિક આપઘાત મામલે મોટો ખુલાસો, કારણ આવ્યું સામે!

આ પણ વાંચો - CHHOTA UDAIPUR : “સ્વાસ્થ્યપ્રદ” આદિવાસી ખાણી-પીણી જાણીને મન લલચાશે

Tags :
Advertisement

.