Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : રામાયણની થીમ પર અનોખા લગ્ન, વર-કન્યાનો પરિવેશ જોઈ સૌ કોઈ આશ્ચર્ય પામ્યા! જુઓ Video

અયોધ્યામાં (Ayodhya) ગઈકાલે એટલે કે 22 જાન્યુઆરીના રોજ ઇતિહાસ રચાયો. વર્ષોના લાંબા સંઘર્ષ બાદ રામ મંદિરમાં શ્રી રામલલ્લા (Shri Ramlalla) બિરાજમાન થયા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratishtha Mohotsav) લઈ સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે....
05:38 PM Jan 23, 2024 IST | Vipul Sen

અયોધ્યામાં (Ayodhya) ગઈકાલે એટલે કે 22 જાન્યુઆરીના રોજ ઇતિહાસ રચાયો. વર્ષોના લાંબા સંઘર્ષ બાદ રામ મંદિરમાં શ્રી રામલલ્લા (Shri Ramlalla) બિરાજમાન થયા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratishtha Mohotsav) લઈ સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ વિવિધ સ્થળે મહાઆરતી, શોભાયાત્રા સહિતના અલગ અલગ કાર્યક્રમ યોજાયા હતા. આ વચ્ચે સુરતમાં (Surat) એક દંપતીએ રામાયણની થીમ પર અનોખી રીતે લગ્નનું આયોજન કર્યું હતું.

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુરતમાં (Surat) પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે સુરતમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા. દંપતી દ્વારા રામાયણની થીમ પર લગ્ન યોજાયા હતા. આ લગ્નપ્રસંગમાં વર અને કન્યા ભગવાન શ્રીરામ અને માતા સીતાના (Rama and Sita) પરિવેશ જોવા મળ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં વર અને કન્યાએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. રામ અને સીતાના પરિવેશમાં વર અને વધુને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા. વડીલોએ વર અને કન્યાને આશીર્વાદ આપ્યા હતા. રામાયણની થીમ પર યોજાયેલા આ લગ્નપ્રસંગ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2024/01/WhatsApp-Video-2024-01-23-at-2.44.09-PM.mp4
પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઠેર ઠેર કાર્યક્રમ

ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત (Surat), વડોદરા, રાજકોટ, જુનાગઢ, કચ્છ, ભુજ, અમરેલી, પંચમહાલ સહિતના વિવિધ જિલ્લાઓમાં વિવિધ સ્થળે મહાઆરતી, મહાપ્રસાદ, શોભાયાત્રા, બાઈક-કાર રેલી સહિતના અલગ અલગ કાર્યક્રમ યોજાયા હતા. સાથે જ સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જોવા મળ્યું હતું. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ લલ્લાના (Shri Ramlalla) દર્શન કરવા માટે અને પહેલી ઝલક જોવા માટે રામ મંદિરે રામ ભક્તોની જનમેદની જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિક તંત્ર અને પોલીસે લોકોને હાલ અયોધ્યા ન આવવા અપીલ કરી છે.

 

આ પણ વાંચો - PANCHMAHAL : ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પાસેથી નાણાં વસુલવામાં આવતા કાર્યવાહી કરાઇ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAyodhyaGujarat FirstGujarati NewsRam Mandir Pran Pratishtha MohotsavRam templeRama and SitaramayanShri RamlallaSurat
Next Article