Surat : સચિન SEZ માં 200 કરોડનું હીરા કૌભાંડ ઝડપાયું! બે શખ્સની ધરપકડ
સુરતમાં (Surat) સચિન સેઝ (SEZ) ખાતેથી 200 કરોડનું ઓવર વેલ્યુએશન હીરા કૌભાંડ ઝડપાયું છે. કસ્ટમ ડ્યુટી બચાવવા હીરા SEZ ખાતે મંગાવ્યા હતા અને ટેક્સ ચોરી માટે હીરા લોકલ માર્કેટમાં વેચવામાં આવ્યા હતા. આ મામલે કસ્ટમ વિભાગે બે કૌભાંડીને ઝડપી પાડ્યા હતા અને કોર્ટમાં રજૂ કર્યા હતા. બંનેને હાલ જ્યુડિશિયલ કસ્ટડી (Judicial Custody) હેઠળ મોકલવામાં આવ્યા છે. જ્યારે આ કેસની તપાસમાં અન્ય એજન્સીઓ પણ જોડાઈ શકે છે.
રૂ.200 કરોડનું ઓવર વેલ્યુએશન કૌભાંડ ઝડપાયું
હીરાનગરી તરીકે ઓળખાતા સુરતમાં (Surat) આવેલા સચિન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં (SEZ) હીરા મંગાવીને બારોબાર વેચવાનું રૂ. 200 કરોડ જેટલું કૌભાંડ (200 Crore Overvaluation Diamond Scam) ઝડપાયું છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, કસ્ટમ ડ્યુટી બચાવવા વિદેશથી હિરા SEZ માં મંગાવ્યા હતા અને પછી ટેક્સ ચોરી કરવાના હેતુંથી હીરા લોકલ માર્કેટમાં વેચવામાં આવ્યા હતા. આ કેસમાં આશિષ ભેડા અને જયરાજ ભેડા નામનાં બે શખ્સની કસ્ટમ વિભાગે (Customs Department) ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. હાલ બંનને ન્યાયિક હિરાસતમાં રાખવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા છે.
બે શખ્સની ધરપકડ, તપાસમાં અન્ય એજન્સીઓ જોડાઈ શકે
માહિતી મુજબ, રફ હીરા વિદેશોમાંથી મંગાવવામાં આવે છે અને ત્યાર બાદ સચિવ SEZ ખાતે પોલિશડ કરીને ફરી વિદેશ મોકલાય છે. જે કિસ્સામાં ટેક્સ ચૂકવવામાં રાહત મળતી હોય છે. જો કે, વિદેશથી રફ હીરા મંગાવીને તે હીરા સુરત સહિત દેશનાં લોકલ માર્કેટમાં વેચવામાં આવે તો નિયમ પ્રમાણે 0.25% કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવે છે. પરંતુ, વિદેશથી રફ હીરા મંગાવીને લોકલ માર્કેટમાં વેચી ટેક્સ ચોરી કરવામાં આવતી હોવાની બાતમીનાં આધારે કસ્ટમ વિભાગે (Judicial Custody) તપાસ હાથ ધરી હતી અને બે શખ્સની ધરપકડ કરી હતી. આ તપાસમાં કંપનીએ રૂ. 200 કરોડનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે. કસ્ટમ વિભાગે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે આ કેસમાં અન્ય એજન્સીઓ પણ જોડાઈ શકે તેમ છે.
આ પણ વાંચો - SURAT : સાયણ ગામમાં બે આંખલાઓ દુકાનમાં બાખડી પડ્યા
આ પણ વાંચો - Surat : BJP કોર્પોરેટર સામે અપહરણ, કરોડોની મિલકત-લાખો રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ
આ પણ વાંચો - Navsari : તલવાર, છરી સહિત ઘાતક હથિયારો સાથે જાહેરમાં ફરતા ઇસમો CCTV કેમેરામાં કેદ