Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Strike : વડોદરાની સાવલી નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓની હડતાળ, જાણો શું છે મુદ્દો?

વડોદરાની (Vadodara) સાવલી નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓ હડતાળ (Strike) પર ઉતર્યા છે. વેતન, પીએફ, 35 સફાઈકર્મીને છૂટા કરવા સહિતની પડતર માગોને લઈ સફાઈકર્મી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે, પૂર્વ પ્રમુખે હંગામી ધોરણે કાયમી ઓર્ડર આપ્યા...
11:24 PM Jan 26, 2024 IST | Vipul Sen

વડોદરાની (Vadodara) સાવલી નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓ હડતાળ (Strike) પર ઉતર્યા છે. વેતન, પીએફ, 35 સફાઈકર્મીને છૂટા કરવા સહિતની પડતર માગોને લઈ સફાઈકર્મી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે, પૂર્વ પ્રમુખે હંગામી ધોરણે કાયમી ઓર્ડર આપ્યા હતા. પરંતુ, અત્યાર સુધી તેનો અમલ થયો નથી. જ્યારે વર્તમાન પ્રમુખે 35 સફાઈકર્મીને છૂટા કરતા કર્મચારી હડતાળ પર ઉતર્યા છે.

35 સફાઈ કામદારોને નોકરી પરથી છૂટા કરાયા

વડોદરાની સાવલી નગરપાલિકામાં (Savli Municipality) સફાઈ કર્મચારીઓ ધરણાં પર બેઠા છે. વિવિધ પડતર પ્રશ્નોને લઈ આ હડતાળ (Strike) કરવામાં આવી રહી છે. સફાઈ કાર્મચારીઓના જણાવ્યા મુજબ, અગાઉ પૂર્વ પ્રમુખે 35 જેટલા સફાઈ કર્મચારીઓને હંગામી ધોરણે કાયમી કરવા ઓર્ડર આપ્યો હતો. પરંતુ, તેનો અમલ થયો નથી. જ્યારે વર્તમાન પ્રમુખે આ 35 સફાઈ કામદારોને નોકરી પરથી છૂટા કર્યા છે, જેને લઈ ભારે રોષ છે. આ સાથે 4 મહિનાનો પગાર, બાકી પીએફ સહિતના મુદ્દા અંગેની માગો પણ પડતર છે. સફાઈ કર્મચારીઓએ જણાવ્યું કે, જ્યાં સુધી પડતર પ્રશ્નો અને માગોનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ (Strike) કરશે.

 

આ પણ વાંચો - Danta : અડેરણ ગામે ઝાડ પરથી રામની ધજા હટાવવા મામલે વિવાદ, 18 સામે ફરિયાદ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
cleanersGujarat FirstGujarati NewsPFpresidentSavli MunicipalitystrikeVadodara
Next Article