Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

​Cricket Betting : સટ્ટોડીયા કર્મચારીએ મહિલા મેનેજરની મદદથી બેંકને લગાવ્યો 3 કરોડનો ચૂનો

Cricket Betting : ગુજરાતમાં સહકારી બેંકોમાં અનેક કૌભાંડો થઈ ચૂક્યાં છે. કૌભાંડના કારણે આખે આખી બેંક ઊઠી ગઈ હોવાના પણ દાખલાઓ છે. ફરી એક વખત Gujarat ની એક સહકારી બેંક સાથે તેના જ કર્મચારીઓએ કરેલી છેતરપિંડીના કારણે સમાચારોમાં આવી છે....
​cricket betting   સટ્ટોડીયા કર્મચારીએ મહિલા મેનેજરની મદદથી બેંકને લગાવ્યો 3 કરોડનો ચૂનો

Cricket Betting : ગુજરાતમાં સહકારી બેંકોમાં અનેક કૌભાંડો થઈ ચૂક્યાં છે. કૌભાંડના કારણે આખે આખી બેંક ઊઠી ગઈ હોવાના પણ દાખલાઓ છે. ફરી એક વખત Gujarat ની એક સહકારી બેંક સાથે તેના જ કર્મચારીઓએ કરેલી છેતરપિંડીના કારણે સમાચારોમાં આવી છે. સપ્ટેમ્બર-1968માં અસ્તિત્વમાં આવેલી સરસપુર નાગરિક કૉ.ઑ. બેંક (Saraspur Nagrik Co.Operative Bank) ની હાલમાં 12 શાખાઓ છે. આ પૈકીની ગોતા બ્રાંચના ઑફિસરે Cricket Betting માં રાતોરાત કરોડપતિ બનવાની લાલચે મહિલા મેનેજરની મદદથી બેંકને 3 કરોડ 4 લાખનો ચૂનો લગાવતા અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ (EOW Ahmedabad) તપાસ આરંભી છે.

Advertisement

બેંકના જનરલ મેનેજરે શું નોંધાવી છે ફરિયાદ ?

માર્ચ-2024માં સરસપુર નાગરિક કૉ.ઑ. બેંકની ગોતા બ્રાંચમાં ગોટાળો થયો હોવાની જાણ સત્તાધીશોને થઈ હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, ગોતા બ્રાંચના બેંક મેનેજર નમ્રતા પટેલ અને બેંક ઑફિસર વિરલ બ્રહ્મભટ્ટે મેળાપીપણાથી 3.04 કરોડની ઠગાઈ આચરી છે. બેંકના જનરલ મેનેજર દર્શકભાઇ પટેલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં (Ahmedabad Crime Branch) બે બેંક કર્મચારી સામે છેતરપિંડીની FIR નોંધાવી છે. ફરિયાદ અનુસાર વિરલ બ્રહ્મભટ્ટે પિતા ભરત બ્રહ્મભટ્ટ અને પત્ની અપેક્ષાના બેંકમાં ખાતા ખોલાવી ફિક્સ ડિપોઝીટની રકમ પર ઑવરડ્રાફ્ટ (Fixed Deposit Lien) મેળવ્યો હતો. આ ઉપરાંત અન્ય થાપણદારોની જાણ બહાર બેંકમાં રહેલી એફડી પર ત્રણેક કરોડ રૂપિયાનો ઑવરડ્રાફ્ટ મેળવી લીધો હતો. એફડી ઑવરડ્રાફ્ટ (FD OD) ની તમામ રકમ વિરલ બ્રહ્મભટ્ટે પિતા અને પત્નીના એકાઉન્ટમાંથી અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધી હતી. નમ્રતા પટેલ અને વિરલ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ વી. એન. ચૌધરી (PI V N Chaudhari) સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યાં છે.

Cricket Betting માં કરોડો ગુમાવ્યાનું આરોપીનું રટણ

Ahmedabad EOW ના તપાસ અધિકારી વિજયકુમાર ચૌધરીએ નમ્રતા પટેલ અને વિરલ બ્રહ્મભટ્ટને અદાલતમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં વિરલ બ્રહ્મભટ્ટે કબૂલાત કરી છે કે, તેને ક્રિકેટ સટ્ટાની લત છે. ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) માં રાતોરાત કરોડપતિ બનવા માટે બેંક સાથે ઠગાઈ આચરી હતી. આ ગુનામાં બેંક મેનેજર નમ્રતા પટેલે સાથ આપ્યો હતો. નમ્રતા પટેલની મદદથી થાપણદારોની FD પર બારોબાર ઑવરડ્રાફ્ટ મેળવી લઈને વિરલ તે રકમ પિતા અને પત્નીના ખાતામાં જમા કરાવતો અને ત્યારબાદ તે રકમ બીજા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેતો હતો. તપાસ અધિકારીએ છેતરપિંડીની રકમ કબજે લેવા કાર્યવાહી હાથ ધરતા તમામ રૂપિયા ક્રિકેટ સટ્ટામાં ગુમાવી દીધાનું આરોપી વિરલ બ્રહ્મભટ્ટ રટણ કરી રહ્યો છે.

Advertisement

સટ્ટાના નફામાંથી મહિલા મેનેજરને 50 લાખ આપ્યા

જૂન-2022થી લઈને ફેબ્રુઆરી-2024 દરમિયાન વિરલ બ્રહ્મભટ્ટ સાથે મળીને બેંકને ચૂનો લગાવનારા મહિલા મેનેજર નમ્રતા પટેલે રોકડમાં લાભ લીધો હોવાનું સામે આવ્યું છે. અન્ય ખાતાધારકોની લાખો રૂપિયાની થાપણો પર ઑવરડ્રાફ્ટ મેળવીને વિરલ બ્રહ્મભટ્ટ ક્રિકેટનો ઑનલાઈન સટ્ટો (Online Betting) રમતો હતો. છેલ્લાં દોઢેક વર્ષમાં સટ્ટામાં મળેલી જીતની રકમમાંથી ટુકડે ટુકડે 50 લાખ રૂપિયા નમ્રતા ભાર્ગવભાઇ પટેલ (રહે. આઈ ડ્રીમ, સાયન્સ સિટી રોડ, સોલા) ને આપી ચૂક્યો છે. કરોડપતિ બનવાની લાલચે જ નમ્રતા પટેલે Fixed Deposit Lien માં રમત રમવા વિરલ બ્રહ્મભટ્ટ સાથે સમંત થયા હતા. પોલીસ તપાસમાં બંનેના બેંક આઈડી અને OTP થકી સમગ્ર કૌભાંડ રચાયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસને બેંકના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ હાથ લાગ્યા છે.

EOW ફંડ ક્યાં ગયું તેની થશે તપાસ

Saraspur Nagrik Co.Operative Bank ના રૂપિયા 3.04 કરોડ ઓળવી જનારા બેંક અધિકારીઓ પાસેથી રોકડ કબજે લેવા EOW Ahmedabad એ તપાસ આરંભી છે. નમ્રતા પટેલ અને વિરલ બ્રહ્મભટ્ટના તેમજ પરિવારજનોના બેંક એકાઉન્ટની માહિતી મેળવી કરોડો રૂપિયા ક્યાં અને કેવી રીતે ગયા છે તે જાણવા પ્રયાસ શરૂ કર્યો છે. આરોપી વિરલ બ્રહ્મભટ્ટે વાસ્તવમાં 3.04 કરોડ ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ગુમાવ્યા છે તો તેના આર્થિક વ્યવહારો કેવી રીતે અને કોની સાથે થયા છે તે દિશામાં EOW PI V N Chaudhari એ તપાસ આગળ ધપાવી છે.

Advertisement

આ પણ  વાંચો - Game Zone ની તપાસમાં તંત્રની ગંદી રમત

આ પણ  વાંચો - Bharuch Police : જૈન સાધ્વીઓ પર હુમલો કરનારની ધરપકડ જ ના કરાઈ

આ પણ  વાંચો - IPS ના કહેવાતા “વહીવટદાર”ને DGP એ માફ કર્યો, મૂળ મહેકમમાં પરત

Tags :
Advertisement

.